કિંજલ દવેને જ્ઞાતિ બહાર મૂકવાના વિવાદ વિશે ગુજરાતના યુવાનો શું કહી રહ્યા છે?
કિંજલ દવેને જ્ઞાતિ બહાર મૂકવાના વિવાદ વિશે ગુજરાતના યુવાનો શું કહી રહ્યા છે?
ગુજરાતનાં જાણીતાં ગાયિકા કિંજલ દવે તેમની સગાઈ પછી ચર્ચામાં છે. પોતાની જ્ઞાતિ બહાર સગાઈ કરવાના કારણે કેટલાક લોકોએ તેમને જ્ઞાતિ બહાર કરવાની જાહેરાત કરી છે. કિંજલ દવેએ આ મામલે સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો છે.
તાજેતરમાં 6 ડિસેમ્બરે કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. એ સમયે મોટા ભાગના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં, પરંતુ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની એક બેઠકમાં કિંજલ દવેના પરિવારને નાત બહાર કરવાનો નિર્ણય લેવાયો હતો.
કિંજલે એક વીડિયો પોસ્ટ કરીને પોતાના પરિવારનો સામાજિક બહિષ્કાર કરનારા લોકોને ઝાટક્યા છે અને કાયદેસરનાં પગલાં લેવાની ચેતવણી પણ આપી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



