'મારો કોઈ સહારો નથી, મને કંઈ થાય તો દવાખાને લઇ જનાર પણ કોઈ નથી', ઇસનપુરમાં ઘર તૂટ્યાં બાદ મહિલાઓએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, Ahmedabad : એ ત્રણ મહિલાઓની કહાણી જેઓ ઘર ગુમાવ્યાં બાદ રસ્તે આવી ગયાં
'મારો કોઈ સહારો નથી, મને કંઈ થાય તો દવાખાને લઇ જનાર પણ કોઈ નથી', ઇસનપુરમાં ઘર તૂટ્યાં બાદ મહિલાઓએ શું કહ્યું?

અમદાવાદના ઇસનપુર તળાવ વિસ્તારમાં સરકાર દ્વારા 925 જેટલાં બાંધકામ તોડી પાડવામાં આવ્યાં હતાં. જેના કારણે રોજનું રોજ રળી ખાનારા અનેક પરિવારો રઝળી પડ્યા છે.

અહીં દલિતો, વિચરતી-ભટકતી જનજાતિઓ, ભરવાડ, ઠાકોર સહિત અનેક સમાજના લોકો રહેતા હતા. કેટલાક રહીશોનું કહેવું છે કે તેઓ અહીં 50 વર્ષથી રહેતા હતા.

બીબીસી ગુજરાતીએ ઇસનપુર તળાવ વિસ્તારમાં રામવાડી જેવા વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યારે ઘણા લોકો મળ્યા હતા કે જેઓ બિલકુલ 'નિરાધાર' થઈ ગયા છે.

જેમાં 90 વર્ષનાં શાંતિબા, 60 વર્ષનાં કમુબહેન ઠાકોર, ત્રણ બાળકોને સંભાળનારાં 40 વર્ષનાં ભાનુબહેન બથવાર પણ સામેલ હતાં.

તાજેતરની ડિમૉલિશનની કામગીરીને કારણે ન કેવળ ઘર, પરંતુ આ મહિલાઓનાં જીવન પણ ભાંગી ગયાં છે. જાણો તેમની કહાણી, તેમની જુબાની.

ગુજરાત ઇસનપુર, ડિમોલિશન, ગેરકાયદે બાંધકામ તોડવાનું, લોકોને અસર.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન