શૅરબજાર સિવાય રોકાણના અન્ય પાંચ વિકલ્પો કયા છે, તેમાં ફાયદો છે કે નુકસાન?

વીડિયો કૅપ્શન, Investment : શૅરબજાર સિવાય રોકાણના અન્ય પાંચ વિકલ્પો કયા છે? #money #investment
શૅરબજાર સિવાય રોકાણના અન્ય પાંચ વિકલ્પો કયા છે, તેમાં ફાયદો છે કે નુકસાન?

છેલ્લા છ મહિનાથી શૅરબજારમાં ઊથલપાથલ વચ્ચે રોકાણકારોએ ડાયરેક્ટ ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ બંનેમાં ભારે નુકસાન સહન કર્યું છે.

બીએસઈ સેન્સેક્સ સપ્ટેમ્બર 2024ના અંતે લગભગ 86,000 પૉઇન્ટના ઊંચા સ્તરે હતો. જે હાલમાં ઘટીને 78,553 પર આવી ગયો છે. એટલે કે સેન્સેક્સમાં લગભગ છ મહિનામાં 10 ટકાની આસપાસ ઘટાડો થયો છે.

સ્મૉલ અને મિડકૅપ કંપનીઓમાં રોકાણ કરનારાઓએ તો આ ગાળામાં 25થી 30 ટકા સુધી ખોટ સહન કરી છે.

મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા રોકાણ કરનારાઓને પણ આ ગાળામાં 20 ટકા કે તેનાથી પણ વધારે નૅગેટિવ વળતર મળ્યું છે.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઇનફ્લો ઘટી ગયો છે

આ દરમિયાન ઘણા રોકાણકારો શૅરબજારથી દૂર જઈને ઇક્વિટી સિવાયના રોકાણના વિકલ્પો વિચારી રહ્યા છે.

બીબીસી ગુજરાતીએ નાણાકીય નિષ્ણાતો સાથે વાત કરીને રોકાણના એવા પાંચ વિકલ્પોની વાત કરી જેમાં રોકાણકારો મૂડી રોકી શકે છે.

આ તમામ વિકલ્પોના ફાયદા અને ગેરફાયદા બંને છે. ક્યા છે આ વિકલ્પો? જાણવા માટે જુઓ આ વીડિયો.

એક તરફ, ભારતીય અર્થતંત્રનો વિકાસ દર, ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ઊભરતા કેન્દ્ર તરીકે ભારતની ઓળખ અને વૈશ્વિક રોકાણકારોના વધતા રસ વિશે ચર્ચા થઈ રહી છે. બીજી તરફ, સામાન્ય લોકો ફુગાવા, વધતા EMI, નોકરીઓ અંગે અનિશ્ચિતતા અને શૅરબજારમાં ઊથલપાથલથી ચિંતિત છે.

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.