માઓવાદીઓનાં પ્રથમ મહિલા કમાન્ડરના આત્મસમર્પણની કહાણી

વીડિયો કૅપ્શન, નક્સલવાદીઓનાં પ્રથમ મહિલા લશ્કર કમાંડરની કહાણી
માઓવાદીઓનાં પ્રથમ મહિલા કમાન્ડરના આત્મસમર્પણની કહાણી

ભારત સરકારે જાહેરાત કરી છે કે તે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરાશે.

દેવક્કા નક્સલવાદીઓનાં લશ્કરી કમાન્ડર બનનારાં પ્રથમ મહિલા છે.

13 વર્ષની ઉંમરે નક્સલીઓ સાથે જોડાયા પછી, તેમણે 25 વર્ષ જંગલોમાં વિતાવ્યાં છે, પરંતુ અંતે આ ચળવળથી નિરાશ થઈને, તેમણે આત્મસમર્પણ કર્યું છે.

આ વરસો દરમિયાન તેમણે ઘણી વખત પોતાનું નામ બદલ્યું. જ્યારે તેઓ વિદ્રોહીઓમાં સામેલ થયાં, ત્યારે તેમણે દેવક્કા નામ અપનાવ્યું. તેની પહેલાં તેઓ વટ્ટી અડિમે હતાં.

મોટા ભાગના સંઘર્ષોમાં મહિલાઓની ભાગીદારીને મહત્ત્વ નથી અપાતું. દેવીના પતિ રવીન્દર પણ માઓવાદી કમાન્ડર હતા. તેમના અનુભવો સંખ્યાબંધ તસવીરો અને વીડિયોમાં નોંધાયેલા છે. જ્યારે, દેવી વિશે ઘણી ઓછી માહિતી મળે છે.

તેમની જીવનયાત્રા, નક્સલવાદીઓના ઉદય અને પતનની કહાણી, જુઓ આ વીડિયોમાં.

બીબીસી ગુજરાતી, બીબીસી, ગુજરાત, નક્સલવાદ,

ઇમેજ સ્રોત, Shambala Devi

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન