સોના-ચાંદીના અસલ તારમાંથી બનતી ચંદેરી સાડી તૈયાર કેવી રીતે થાય છે?
કોઈ પણ મહિલાના જીવનમાં તેની પાસે ચંદેરી સાડી હોવી એ એક અમૂલ્ય ખજાના જેવી વાત છે.
મહારાષ્ટ્રમાં રહેતા રહેતા નંદિતા પવાર તેમની 50 વર્ષ જૂની સાડી બતાવતા આ જ વાત કહી રહ્યા હતા.
ઓરંગઝેબે જે સાડી પર પ્રતિબંધ મુક્યો હતો તે ચંદેરી સાડીઓને મરાઠા સામ્રાજ્યના સમયે તેનો વૈભવ પાછો મળ્યો.
હાલ ચંદેરી સાડી બનાવતા કારીગરો પણ વધી રહ્યા છે.
સાથે જ ચંદેરી સાડીની ઓળખ કેવી રીતે કરવી તે વિશે પણ તેઓ જણાવે છે કે ચંદેરી સાડીમાં ક્યારેય કોઈ સિન્થેટિક તારનો ઉપયોગ કરી નથી શકાતો. કારણ કે મશિનમાં તે દોરો તૂટી જ જાય છે.
સાડીમાં દર મીટરે એક કાળું નિશાન જોવા મળે જે સામાન્ય રીતે લોકો એવું સમજી લેતા હોય છે કે તે નુકસાની છે પણ એવું નહીં હોવાનું તેઓ સ્પષ્ટ કરે છે.
તેમાં જે ઝરીના બુટ્ટા હોય છે તેના તાર ક્યારેય કપાયેલા નથી હોતા. આવી રીતે વણાટ કરી વિવિધ ડિઝાઇન બનાવવાની ખાસિયત ચંદેરીને ઘણી ખાસ બનાવે છે.
ચંદેરી સાડીના ઈતિહાસથી લઈને વર્તમાન સમયમાં પણ ચંદેરી સાડીનો વૈભવ અકબંધ રહ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images





