'ઘાસચારા માટે અમારે ગાયો વેચવી પડે છે,' કેન્યામાં દુષ્કાળે કેવી સ્થિતિ પેદા કરી?
"મેં જળવાયુ પરિવર્તનની ઘણી તસવીરો લીધી છે, તેનાથી લોકોને વાસ્તવિકતા સમજવામાં મદદ મળે છે."
આ શબ્દો છે મસાઈ મહિલા મામા ઍસ્થરના.
આ મસાઈ મહિલાને પૂર્વ આફ્રિકામાં દાયકાઓના ભયાનક દુષ્કાળના લીધે થયેલા બદલાવોની તસવીરો કેદ કરવા માટે કૅમેરા આપવામાં આવ્યો હતો.
તેઓ કેન્યાના અમ્બોસેલીમાં રહે છે અને પશુપાલનથી ગુજારો કરે છે. પરંતુ વરસોવરસ નહીં પડતા વરસાદને કારણે તેમના માટે જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો છે.
તેમની પાસે હવે એકમાત્ર વિકલ્પ બચ્યો છે, ગાયો વેચવી અને તે નાણાંમાંથી બીજી ગાયો માટે ઘાસ ખરીદવું.
તેઓ કહે છે કે અમે તસવીરો ખેંચીને એ બતાવીએ છીએ કે અમારે જાતે ગાયોને ચારો આપવો પડે છે અને તસવીરમાં કેદ કરીએ છીએ કે ગાયો કેટલી દૂબળી પડી ગઈ છે અને જે સમયે ઘાસ પૂરતું મળી રહેતું હતું ત્યારે કેવી દેખાતી હતી તેની સાથે સરખામણી કરી શકાય છીએ.
પૂર્વ આફ્રિકામાં દુષ્કાળ અને જળવાયુ પરિવર્તનની સ્થિતિ જાણવા જુઓ આ વીડિયો અહેવાલ...





