ટૉઇલેટના અભાવે શાળાએ ન જતી વિદ્યાર્થિનીઓને મળી નવી સુવિધા

વીડિયો કૅપ્શન,
ટૉઇલેટના અભાવે શાળાએ ન જતી વિદ્યાર્થિનીઓને મળી નવી સુવિધા

પૂર્વ આફ્રિકાનો દેશ ઝાંઝિબાર.

અહીંની આ શાળામાં 3500 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ તેમની પાસે માત્ર 6 ટૉઇલેટ છે જે બહુ સારી સ્થિતિમાં નથી. વાલીઓ અને શિક્ષકોએ નવા માળખા માટે રજૂઆતો કરી હતી.

આફ્રિકા ઍડવેન્ચર્સ નામની એક એનજીઓએ ફોની અને કિજિતો ઉપેલે પ્રાઇમરી સ્કૂલમાં 12 ટૉઇલેટ બંધાવી આપ્યાં. ત્યાં પિરિયડ્સમાં થતી છોકરીઓ માટે અલગથી એક ટૉઇલેટ બનાવવામાં આવ્યું છે.

એ સમયે બહુ ઓછા ટૉઇલેટ હોવાને કારણે વિદ્યાર્થિનીઓને તકલીફ પડતી, અમુક વિદ્યાર્થિનીઓ બહાર ખુલ્લામાં જતી અને પિરિયડ્સ સમયે શાળાએ આવવાનું ટાળતી હતી.

જોકે ટૉઇલેટના આવવાથી વિદ્યાર્થિની માટે રાહત થઈ છે અને તેમને હવે બહાર લાઇન લગાવીને કોઈની રાહ જોતા ઊભું રહેવું પડતું નથી.

વિદ્યાર્થિની