પ્રેમલગ્ન કરવા ઘર છોડી દેતાં યુગલોને આ 'સેફ હાઉસ' ઓનર કિલિંગ સામે કેવી સુરક્ષા આપે છે?

વીડિયો કૅપ્શન,
પ્રેમલગ્ન કરવા ઘર છોડી દેતાં યુગલોને આ 'સેફ હાઉસ' ઓનર કિલિંગ સામે કેવી સુરક્ષા આપે છે?

મહારાષ્ટ્રમાં આંતરજાતિય લગ્ન કરતાં યુગલો માટે સ્નેહ આધાર ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતું 'સેફ હાઉસ' એક આર્શીવાદ સ્વરૂપ છે.

આજે અમે વાત કરીશું એક એવા 'સેફ હાઉસ'ની જે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે અને જે છોકરા-છોકરીઓ લગ્ન કરવા માટે ઘરેથી ભાગી જાય છે તેમને મદદ કરે છે. તેની સ્થાપના અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના હામિદ દાભોલકર અને શંકર કંસે કરી હતી.

અત્યાર સુધી તેમણે 15 દંપતીઓનાં લગ્ન કરાવવામાં મદદ કરી છે અને તેમને માનસિક અને ભાવનાત્મક સાથ પણ આપ્યો છે.

26 ડિસેમ્બર 2023ના રોજ મહારાષ્ટ્ર સરકારે ઓનર કિલિંગ અટકાવવા માટે 'સેફ હાઉસ' બનાવવાનો નિર્ણય લીધો. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના નિરિક્ષણ હેઠળ દરેક જિલ્લામાં 'સેફ હાઉસ' ખોલવામાં આવશે.

ઓનર કિલિંગથી બચવા માટેનું સેફ હાઉસ
ઇમેજ કૅપ્શન, પ્રેમ લગ્ન કરવા ઇચ્છતાં યુગલોને ઓનર કિલિંગથી બચાવવા માટેનું સેફ હાઉસ