Google : સર્ચ એન્જિનની સૌથી મોટી કંપની ગૂગલ સામે સવાલો કેમ ઊભા થયા? - દુનિયા જહાન
ગૂગલ આપણી ઑનલાઈન દુનિયામાં દરેક જગ્યાએ છે. તે રોજ અબજો પ્રશ્નોના જવાબો શોધે છે. ગૂગલ વિશ્વની સૌથી મોટી સર્ચ એન્જિન કંપની છે.
જ્યારે તે ટૅક્નોલૉજીની દુનિયામાં સર્જનાત્મક વિકાસની આગેવાની કરતી કંપની તરીકે સ્થાપિત થઈ, ત્યારે તેણે મજબૂત નૈતિક સિદ્ધાંતો પર આધારિત હોવાનું કહ્યું હતું.
પરંતુ આ વર્ષે અમેરિકાની એક અદાલતે નોંધ્યું કે ગૂગલ સર્ચ માર્કેટમાં તેની શ્રેષ્ઠ સ્થિતિનો લાભ લઈ રહ્યું છે, જેના કારણે તેના સ્પર્ધકો માટે ટકી રહેવું લગભગ અશક્ય બની ગયું છે.
આ મામલે ચાલી રહેલી સુનાવણી બાદ ન્યાયધીશ પોતાનો ચુકાદો આપશે.
પરંતુ ઘણા લોકો માને છે કે ગૂગલ એટલું વિશાળ અને શક્તિશાળી બની ગયું છે કે તેને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ છે.
આ અઠવાડિયે દુનિયા જહાનમાં જાણીશું કે શું આપણે Google પર વિશ્વાસ કરી શકીએ?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



