સુરત : નવરાત્રીમાં મહિલાની સુરક્ષા માટે પોલીસનો ખાસ પહેરો, કૅમેરા સાથે રમે છે ગરબા
સુરત : નવરાત્રીમાં મહિલાની સુરક્ષા માટે પોલીસનો ખાસ પહેરો, કૅમેરા સાથે રમે છે ગરબા
ગુજરાતમાં નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે અને સુરતમાં પોલીસે સુરક્ષા માટે ખાસ ટીમ પણ બનાવી છે.
દિવસે ખાખી વર્દીમાં ફરજ નિભાવતી આ મહિલા પોલીસકર્મીઓ રાત્રે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને ગરબા રમે છે.
મહિલાઓની સુરક્ષા માટે તેમની વચ્ચે ગરબે રમી સતત નજર રાખે છે. સતત પેટ્રોલિંગ સાથે વીડિયો રેકૉર્ડિંગ પણ થઈ શકે તે માટે તેમની પાસે બૉડી વૉર્ન કૅમેરા પણ છે.
સુરત પોલીસ દ્વારા આ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે જાણીએ શું છે આ પ્રયોગ અને કેમ કરવામાં આવી રહ્યો છે...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



