મનિઝા : પ્રથમ અફઘાન છોકરી જે ઑલિમ્પિક ગેમ્સમાં શરણાર્થીઓનું પ્રતિનિધિત્વ કરશે

વીડિયો કૅપ્શન,
મનિઝા : પ્રથમ અફઘાન છોકરી જે ઑલિમ્પિક ગેમ્સમાં શરણાર્થીઓનું પ્રતિનિધિત્વ કરશે

મનિઝા માટે આ સફર સરળ ન હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાન જ્યારે સત્તામાં પાછું આવ્યું તો મહિલાઓના રમવા પર પ્રતિબંધ લગાવી દેવાયો. મનિઝા અને તેમના મિત્રો દેશ છોડવા મજબૂર થઈ ગયાં.

મનિઝા હવે ઑલિમ્પિકમાં રૅફ્યુજી ટીમનો ભાગ હશે અને એ બધા જ લોકોનું પ્રતિનિધિત્વ કરશે જેમને પોતાનો દેશ છોડવા માટે મજબૂર કરાયા. આ જાહેરાત તેમના કૉચ માટે ગર્વની ક્ષણ છે.

બ્રેકિંગને હાલનાં વર્ષોમાં એક ઑલિમ્પિક રમત સ્વરૂપે માન્યતા અપાઈ હતી અને તેને પેરિસમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ 2024માં સામેલ કરવામાં આવી છે.

મનિઝાએ પોતાની આ સફર વિશે શું કહ્યું? જાણો આ વીડિયો અહેવાલમાં....

મનિઝા તલાશ
ઇમેજ કૅપ્શન, મનિઝા તલાશ