Gujarat Weather Alert : રાજ્યમાં હજુ કેટલા દિવસ વરસાદ પડશે?
Gujarat Weather Alert : રાજ્યમાં હજુ કેટલા દિવસ વરસાદ પડશે?
રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.
રવિવારે પડેલા વરસાદને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને વીજળી પડવાથી કેટલાક લોકોનાં મોત પણ થયાં છે.
ગુજરાતમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં આજથી વરસાદી ગતિવિધિ બંધ થઈ જશે.

ઇમેજ સ્રોત, Getty Images



