ગુજરાતમાં પાણીની આ બે ટાંકીની આટલી બધી ચર્ચા કેમ છે?
ગુજરાતમાં અત્યારે બે પાણીની ટાંકીની ખૂબ ચર્ચા છે. એક પાણીની ટાંકી અમદાવાદના સારંગપુર ખાતેની છે, જે એટલી મજબૂત હતી છે કે તેને તોડવા માટે ઉપરના ભાગે જેસીબી ચઢાવવું પડ્યું.
અને બીજી પાણીની ટાંકી સુરતની છે જેમાં ટેસ્ટિંગ માટે પાણી ભરાયું તો તૂટીને નીચે પડી ગઈ.
અમદાવાદ કૉર્પોરેશનમાં સૌથી પહેલી ઓવરહેડ ટાંકી તમે આને કહી શકો. એ બની ત્યારથી સતત તેનાથી પાણી વિતરણ કરાતું હતું. આજ સુધીમાં અમને પાણી લિકેજની એક પણ ફરિયાદ આ ટાંકીની મળી નથી.
2002માં અમદાવાદમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમાં થોડું નુકસાન થયું હતું. કૉર્પોરેશને તેનું તે સમયે સમારકામ પણ કરાવ્યું હતું. ટાંકીને તોડી પાડવાનો નિર્ણય કરાયો ત્યાં સુધી તે ઑપરેશનલ હતી.
સુરતમાં 21 કરોડના ખર્ચે ટાંકી બની જેની ક્ષમતા ચેક કરવા માટે પાણી ભરવામાં આવ્યું અને તે તૂટી પડી. સમગ્ર બાબતે આઠ લોકોની ધરપકડ કરાઈ છે.
વીડિયો અહેવાલ : શ્યામ બક્ષી
કૅમેરા : કુશલ બાટુંગે
ઍડિટ - અવધ જાની

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



