"એવું લાગે છે કે જાણે અમે જ ગુનેગાર છીએ..." હરણી બોટ દુર્ઘટનામાં બાળકો ગુમાવનારાં માબાપે આવું કેમ કહ્યું?
"એવું લાગે છે કે જાણે અમે જ ગુનેગાર છીએ..." હરણી બોટ દુર્ઘટનામાં બાળકો ગુમાવનારાં માબાપે આવું કેમ કહ્યું?
"વડા પ્રધાન કે મુખ્ય મંત્રી આવે તો અમને નજરકેદ કરી લે છે, પોલીસ અમારા ઘરે જ આવી જાય છે..."
હરણી બોટ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સંતાનો ગુમાવ્યાં છે એ વાલીઓનું આ કહેવું છે.
તેમનો દાવો છે કે આજ સુધી તેમને 'ન્યાય' તો નથી જ મળ્યો, પણ બીજી બાજુ કોઈ મોટા નેતા મુલાકાતે આવે ત્યારે તેમને નજરકેદ કરી લેવામાં આવે છે.
સમગ્ર બાબતે હાઇકોર્ટે પીડિત પરિવારને 32 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. જેમાંથી વાલીઓને 25 ટકા વળતર જ મળ્યું છે.
પીડિત પરિવારોનો આરોપ છે કે સમગ્ર કેસની તપાસ યોગ્ય રીતે નથી થઈ.
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન



