અમેરિકા ફૅરેરા : ભેદભાવનો સામનો કરનાર હોલીવૂડ અભિનેત્રી જે બન્યાં મહિલા અધિકારો માટેનો બુલંદ અવાજ
અમેરિકા ફૅરેરા : ભેદભાવનો સામનો કરનાર હોલીવૂડ અભિનેત્રી જે બન્યાં મહિલા અધિકારો માટેનો બુલંદ અવાજ
અમેરિકા ફૅરેરા. આ એ અભિનેત્રી છે જેમને તેમના દક્ષિણ અમેરિકન મૂળને કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો.
પાછલાં 16 વર્ષમાં લૅટિન અમેરિકનોના પ્રતિનિધિત્વના મામલામાં કોઈ પરિવર્તન નહીં આવ્યાનું એક સંશોધનમાં સામે આવ્યું છે ત્યારે આ અભિનેત્રી મહિલા પ્રતિનિધિત્વ સહિતના વિષયો પર તેમનો અવાજ બુલંદ કરી રહ્યાં છે.
તેમણે ભજવેલાં પાત્રો સામાજિક દબાણ અને બેવડા માપદંડોને વાચા આપતા રહ્યા છે. તેમાં એવી સ્થિતિની વાત કરાઈ હોય છે જેનો સામનો સામાન્ય રીતે મહિલાઓને વધુ સામનો કરવો પડતો હોય છે.
તેઓ માને છે કે સમાજમાં એવા ઘણા વર્ગો છે જે હજુ પણ તેમના અસ્તિત્વની સમાનતાની લડાઈ લડી રહ્યા છે, તેવા સમાજના મહિલાઓ માટે નક્કરપણે કંઈક કરવાની જરૂર છે.

ઇમેજ સ્રોત, Getty Images





