ટ્રેન ચલાવનારાં ભારતનાં પ્રથમ મહિલા લૉકો પાઇલટની કહાણી
ટ્રેન ચલાવનારાં ભારતનાં પ્રથમ મહિલા લૉકો પાઇલટની કહાણી
સુરેખા યાદવ રેલવેમાં 36 વર્ષ સેવા આપ્યાં બાદ તાજેતરમાં નિવૃત્ત થયાં. તેઓ ભારત અને એશિયાનાં પ્રથમ મહિલા લૉકો (ટ્રેન એન્જિન) પાઇલટ હતાં.
સુરેખાએ પતિ અને બાળકોની સંભાળ રાખતાં-રાખતાં ટ્રેનચાલક તરીકે નોકરી કરી. સુરેખાના પરિવારમાં પતિ અને બે બાળકો છે.
સુરેખા તેમની કારકિર્દીના એક-એક દિવસને પડકારજનક ગણાવે છે. સાથે જ તેઓ ટ્રેનને આત્મવિશ્વાસપૂર્વક ચલાવવા માટેની 'ગુરૂચાવી' પણ આપે છે.
સહાયક તરીકે શરૂ કરીને પ્રથમ મહિલા લૉકો પાઇલટ અને 36 વર્ષની સેવા અંગે તેમણે બીબીસી સાથે વાત કરી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



