ગુજરાતમાં શિયાળા દરમિયાન બદલાતા હવામાન વિશે IMD નાં મનોરમા મોહંતીએ શું કહ્યું?
ગુજરાતમાં એક જ દિવસમાં આટલી બધી વીજળી કેમ પડી કે 20 લોકોનાં મોત થઈ ગયાં, આ વીડિયોમાં જુઓ ગુજરાત હવામાન વિભાગનાં વડાં મનોરમા મોહંતી સાથે ખાસ મુલાકાત.
ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલાં જ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે અને કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
રવિવારે પડેલા વરસાદને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને વીજળી પડવાથી કેટલાક લોકોનાં મોત પણ થયાં છે.
ગુજરાતમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં આજથી વરસાદી ગતિવિધિ બંધ થઈ જશે.
રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.
વધ વાંચવા માટે અહીં ક્લિક કરો - ગુજરાતમાં હજી પણ આ જિલ્લાઓમાં પડશે વરસાદ, કયા વિસ્તારોમાં આજથી રાહત?




