એ પતિની કહાણી જેમણે પત્નીની કબરની બાજુમાં દફન માટે જગ્યા બુક કરી
આંધ્ર પ્રદેશમાં રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ નજીક આવેલું આ ખ્રિસ્તી કબ્રસ્તાન છે.
નેલસનની ઇચ્છા છે કે તેમની કબર તેમનાં પત્નીની કબરની બાજુમાં જ હોય.
તેઓ કહે છે કે, "અમારું 37 વર્ષનું લગ્નજીવન હતું. તેનું સાત વર્ષ પહેલાં જ નિધન થયું હતું. મેં 10 હજાર આપીને પ્લૉટ રિઝર્વ કરાવ્યો છે."
71 વર્ષના એક ખ્રિસ્તી એક કબ્રસ્તાનમાં શેડની નીચે એક પથ્થર પર બેઠા છે. તેઓ નજીકમાં પોતાની પત્નીની કબરને જોઈ રહ્યા છે. થોડી થોડી વારે તેઓ ત્યાં આવે છે અને પત્નીની કબરને નિહાળે છે. તેમણે પત્નીની કબરની નજીકમાં પોતાની જગ્યા રિઝર્વ કરાવેલી છે.
આ કબ્રસ્તાનને "ગાર્ડન ઑફ ક્રિશ્ચિયન ગ્રેવ્સ' કહેવામાં આવે છે.
ચાર એકરની સાફ-સુથરી જગ્યા પર અડધા કરતાં વધારે કબરો પહેલેથી જ બનેલી છે. અંદર જતાં જ તમને 'લાસ્ટ વિઝન મંદિર' જોવા મળશે.
મૃતદેહને કબ્રસ્તાન લાવવામાં આવ્યા પછી અંતિમવિધિ કરવામાં આવે છે અને મૃતદેહને બગીચામાં દફનાવાય છે. ત્યાર પછી ત્યાં એક કબર ચણવામાં આવે છે.
વધુ જુઓ આ વીડિયોમાં...
અહેવાલ – તુલસી પ્રસાદ રેડ્ડી
કૅમેરા - સાઇ ક્રિષ્ણા માનપલ્લી
ઍડિટ – વેંકટ બાંદા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



