વિકલાંગતાંની મર્યાદાને પાર કરીને અન્યોને ઉત્સાહ અને પ્રેરણા આપતાં દિવ્યા શર્માની કહાણી

વીડિયો કૅપ્શન, 80 ટકા ઝાંખપ ધરાવતાં દિવ્યા શર્માને મળ્યો નેશનલ એવોર્ડ
વિકલાંગતાંની મર્યાદાને પાર કરીને અન્યોને ઉત્સાહ અને પ્રેરણા આપતાં દિવ્યા શર્માની કહાણી

પંજાબના નયા નંગલમાં રહેતાં દિવ્યા શર્માને ત્રીજી ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો.

દિવ્યાને સામાજિક ન્યાય તેમજ સશક્તિકરણ મંત્રાલય તરફથી દિવ્યાંગજન સશક્તિકરણ માટે આ રાષ્ટ્રીય પુરસ્કાર અપાયો. તેઓ જ્યારે રાષ્ટ્રીય પુરસ્કાર લઈને પોતાનાં ઘરે પરત આવ્યાં ત્યારે તેમનું ખૂબ ધૂમધામથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

દિવ્યા 80 ટકા દ્રષ્ટીબાધિત છે. તેના કારણે તેમણે મોટાભાગનો અભ્યાસ કૉરસ્પૉન્ડન્સથી કર્યો.

તેઓ વિકલાંગોનું મનોબળ વધારી તેમને આગળ વધવાની પ્રેરણા મળી રહે તે માટે પ્રોત્સાહિત કરે છે અને જાહેર વક્તવ્યો આપીને વિકલાંગોને પોતાની મર્યાદાઓને પડકારી તેનાથી આગળ વધવાનો ઉત્સાહ, વિશ્વાસ અને પ્રેરણા આપે છે.

તેઓ શાળા કોલેજો અને ઓફિસોમાં જઈને ભાષણો આપે છે. અંગ્રેજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી ચૂકેલાં દિવ્યા ઘણા લોકો માટે ઉદાહરણરૂપ છે. પરંતુ તેમણે ઘણા પડકારોનો સામનો પણ કર્યો. જુઓ તેમની કહાણી આ વીડિયોમાં

દિવ્યા શર્મા