વાર્ષિક 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે ચિરંજીવી યોજના શું છે?

વીડિયો કૅપ્શન,
વાર્ષિક 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે ચિરંજીવી યોજના શું છે?

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત ફરીથી ચૂંટણી મેદાનમાં છે. જો ત્યાં કોંગ્રેસ જીતશે તો ચોથી વાર રાજ્યના મુખ્ય મંત્રી તરીકેની જવાબદારી સંભાળી શકે છે.

ઘણા રાજકીય નિષ્ણાતો કહે છે કે લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવાથી પ્રાંતનો મોટો વર્ગ અશોક ગેહલોતની તરફેણમાં છે.

આ યોજનાઓમાં સ્વાસ્થ્ય વીમા યોજના ચિરંજીવીનું નામ પણ લેવામાં આવે છે, જે અંતર્ગત ગરીબ પરિવારોને વાર્ષિક 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે.

અન્ય લોકો પણ નજીવું પ્રીમિયમ ભરીને આ યોજનાનો લાભ લઈ શકે છે.

સામાન્ય રીતે રાજ્યમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થતું રહે છે. પરંતુ શું આ લોકપ્રિય યોજના ફરી એક વાર મુખ્યમંત્રી અશોક ગેહલોત માટે સત્તાની સીડી સાબિત થશે?

વધુ જાણો આ અહેવાલમાં...

ચિંરંજીવી યોજના રાજસ્થાન ચૂંટણી