અમદાવાદ : 'આ રક્ષાબંધનમાં ચંડોળામાં બનતી રાખડીઓ બજારમાં નહીં મળે'
અમદાવાદ : 'આ રક્ષાબંધનમાં ચંડોળામાં બનતી રાખડીઓ બજારમાં નહીં મળે'
ગત એપ્રિલ મહિનામાં અમદાવાદના ચંડોળા તળાળ ખાતે કથિતપણે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે શરૂ કરાયેલી કાર્યવાહી બાદ ચંડોળા તળાવની આસપાસ આવેલાં કથિત ગેરકાયદેસર દબાણો દૂર કરાયાં હતાં.
બે તબક્કામાં ખૂબ મોટી જગ્યામાં આવેલાં આ દબાણો દૂર કરાતાં સમગ્ર કાર્યવાહી રાષ્ટ્રીય સ્તરે સમાચારોમાં છવાઈ ગઈ હતી.
પરંતુ જેમ ઘણા માને છે એમ ચંડોળા તળાવ કથિતપણે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓના વિસ્તાર તરીકે જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે થતા નાના-મોટા ઉદ્યોગો માટે પણ જાણીતું હતું.
આ ઝૂંપડપટ્ટી રક્ષાબંધન સાથે એક જૂનો નાતો છે. રક્ષાબંધન સમયે અહીં ઘણા લોકો રાખડી બનાવીને કમાણી કરતા હતા.
રોજીરોટીનો સ્રોત બનેલો આ વ્યવસાય ડિમોલિશન બાદ ઠપ થઈ ગયો છે.
જુઓ, રાખડીના આ કારીગરોની ઘર ગુમાવ્યા બાદની પીડા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




