મોરબી પુલ દુર્ઘટનાનું એક વર્ષ: 'મૃત્યુ પહેલાં દીકરીએ પુલ પરથી છેલ્લો વીડિયો મોકલાવ્યો હતો
મોરબી પુલ દુર્ઘટનાનું એક વર્ષ: 'મૃત્યુ પહેલાં દીકરીએ પુલ પરથી છેલ્લો વીડિયો મોકલાવ્યો હતો

ગત વર્ષે 30 ઑક્ટોબરના રોજ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવવા પડ્યા.
આવો જ પરિવાર છે, હાજી શમદારનો.
તેમણે પોતાની 22 વર્ષીય પુત્રી મુસ્કાન આ દુર્ઘટનામાં ગુમાવી દીધી હતી.
આટલું જ નહીં આ પરિવારે ચાર બાળકો સહિત સાત લોકો આ ઘટનામાં ગુમાવી દીધાં હતાં.
શમદારના જણાવ્યાનુસાર દીકરીએ મૃત્યુ પહેલાં જ અંતિમ વીડિયો મોકલાવ્યો હતો.
જુઓ, ઘટનાના એક વર્ષ બાદ કેવી છે આ ઘટનામાં સ્વજનોને ગુમાવનારા પરિવારની સ્થિતિ.





