સિક્કીમમાં આવેલા પૂરમાં કેટલાંય જીવન બરબાદ થઈ ગયાં - ગ્રાઉન્ડ રિપોર્ટ
સિક્કીમમાં આવેલા પૂરમાં કેટલાંય જીવન બરબાદ થઈ ગયાં - ગ્રાઉન્ડ રિપોર્ટ
સિક્કીમમાં ચાર ઑક્ટોબરની રાતે તિસ્તા નદીમાં અચાનક જ પૂર આવ્યું હતું. લોનાક તળાવ ઉપર વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં આ ભીષણ પૂર આવ્યું હતું.
આ પૂરમાં અત્યાર સુધીમાં 75થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે.
લોકો જીવન ફરીથા પાટા પર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ વિપદામાંથી બહાર નીકળતાં તેમને ઘણો સમય લાગશે.
આ દરમિયાન આ ભયાનક પૂર સૂચવે છે કે ભારતને ગ્લેશિયલ લૅક વિષયક વૉર્નિંગ સિસ્ટમમાં સુધારાઓ કરવાની તાતી જરૂર છે. આ પૂર હિમાલયમાં આવેલા સાઉથ લોનાક નામના ગ્લેશિયલ લૅકના ફાટવાથી આવ્યું હતું.
આ પ્રકારે વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓ સર્જાવાથી કે ગ્લેશિયરમાંથી બનેલા લૅકમાંથી ઓચિંતા પાણી આવવા જેવી ઘટનાઓ બનવા પાછળ ભારે વરસાદ, ભૂકંપ કે હિમપ્રપાત પણ જવાબદાર હોય છે.
પૂરના લીધે મકાનોને નુકસાન થયું અને ભારે તબાહી થઈ છે.






