વડોદરા: દાદા-દાદી પૂરના પાણીમાં ત્રણ દિવસ ફસાઈ ગયાં, આપવીતી જણાવતાં રડી પડ્યાં
વડોદરા: દાદા-દાદી પૂરના પાણીમાં ત્રણ દિવસ ફસાઈ ગયાં, આપવીતી જણાવતાં રડી પડ્યાં
વડોદરાના પાણીગેટ પાસે આવેલી મેમણ કૉલોનીમાં રહેતું આ વૃદ્ધ દંપતી ત્યાં આવેલા પૂરની ભયાનક તસવીરને દર્શાવે છે.
પત્નીનો એક હાથ અને જીભ લકવાના કારણે કામ નથી કરી રહ્યાં તો પતિ વૃદ્ધાવસ્થાની તકલીફોથી પરેશાન છે.
આથી, તેમને પૂરને કારણે અતિશય તકલીફોનો સામનો કરવો પડ્યો છે. તેમની મદદે કોઈ આવ્યું નહોતું તેને અભિવ્યક્ત કરવા તેમણે નોટ પેનનો સહારો લીધો અને વાત કરી હતી.
પાડોશીઓની થોડીઘણી મદદથી હવે તેઓ ઘરને થાળે પાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ તેના માટે તેમને આકરો સંધર્ષ કરવો પડી રહ્યો છે.
તેમની હૃદયદ્રાવક કહાણી જુઓ વીડિયોમાં...

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



