અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી ગુજરાત પર ખતરો, આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

વીડિયો કૅપ્શન, અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી ગુજરાત પર ખતરો, આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી ગુજરાત પર ખતરો, આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયું હવામાન છે અને કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે.

પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે જે છેલ્લા છ કલાકથી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે છે.

છેલ્લી સ્થિતિ પ્રમાણે આ ડિપ્રેશનનો એરિયા મુંબઈથી 790 કિમી દૂર, ગોવાથી 800 કિમી પશ્ચિમમાં, લક્ષદ્વીપથી 840 કિમી ઉત્તરપશ્ચિમમાં અને મેંગલોરથી 960 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં સ્થિત છે. આગામી ચોવીસ કલાકમાં તે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધે તેવી શક્યતા છે.

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થવાની શક્યતા છે. ત્યાર પછી તાપમાનમાં મોટો ફેરફાર નહીં આવે. લઘુતમ તાપમાનમાં 24 કલાક પછી બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

27 ઑક્ટોબર, સોમવારે અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અનેક જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડે તેવી આગાહી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું વેધર સૌરાષ્ટ્ર કચ્છ વાવાઝોડું ડિપ્રેશન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન