ટી20 વર્લ્ડકપ: ભારતની એ નબળાઈ, જે પાકિસ્તાન સામે પડી શકે છે ભારે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રવીણ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
"ભારત પોતાની ભૂલોમાંથી નથી શીખી રહ્યું, એક તબક્કે જે બાબત ભારતનું મજબૂત પાસું હતું, એ હવે તેની નબળાઈ બની ગયું છે. પાકિસ્તાન સાથેની મૅચ દરમિયાન સ્પીન બૉલિંગનો સામનો કરવો ભારતીય ટીમ માટે સરળ નહીં હોય."
નામિબિયા સામેની મૅચમાં ભારતનો 93 રને વિજય થયો હતો, એ પછી આદિત્ય નામના યૂઝરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર પોસ્ટ મૂકીને આ સવાલ ઊઠાવ્યો હતો. આ પ્રકારની શંકા ઊઠાવનારા તેઓ એકલા નથી.
ટી20 વર્લ્ડકપની બે મૅચો ઉપરાંત તાજેતરના કેટલાંક વર્ષો દરમિયાન સ્પીન બૉલરો સામે ભારતીય બૅટ્સમૅનનું પ્રદર્શન ફિક્કું રહ્યું છે, જેના કારણે તેને ભારતની નબળાઈ તરીકે જોવામાં આવે છે.
રવિવારે ભારત અને પરંપરાગત હરીફ પાકિસ્તાન વચ્ચેની મૅચ શ્રીલંકાના કોલંબો ખાતે રમાશે, ત્યારે આ બાબત વધુ મુશ્કેલીરૂપ બનશે, કારણ કે નિષ્ણાતોનું માનવું છે કે કોલંબોની પીચો સ્પીનર્સને વધુ મદદ કરે છે.
ભારતીય ટીમના ક્રિકેટપ્રશંસકોના મનમાં રવિવારની મૅચ માટે અસહજતા ઉદ્ભવે, તેનું બીજું પણ કારણ છે.
પાકિસ્તાને તાજેતરના સમયમાં તેના ફાસ્ટ બૉલરોની સરખામણીએ સ્પીનર્સ ઉપર વધુ મદાર મૂક્યો છે.
ઝિમ્બાબ્વેના એ બૉલર જેમણે એકલા હાથે ઑસ્ટ્રેલિયન ટીમને હરાવી

ઇમેજ સ્રોત, Getty Images
નામિબિયા સામે ભારતે ધૂંઆધાર શરૂઆત કરી હતી. ટીમે માત્ર સાત ઓવરમાં એક વિકેટના ભોગે 104 રનનો જુમલો ખડકી દીધો હતો.
એવામાં નામિબિયાના કૅપ્ટન જેરાર્ડે બૉલ પોતાના હાથમાં લીધો હતો. તેમણે પહેલા જ બૉલ પર ઇશાન કિશનને પેવોલિયન ભેગા પરત કરી દીધા હતા. ઇશાને માત્ર 20 બૉલમાં અરધી સદી ફટકારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછીની ઓવરો દરમિયાન ભારતના બૅટ્સમૅન જેરાર્ડની સામે સંઘર્ષ કરતા જણાયા હતા. તેમણે ચાર ઓવરમાં માત્ર 20 રન આપીને કિશન ઉપરાંત તિલક વર્મા, હાર્દિક પંડ્યા તથા ઉપકપ્તાન અક્ષર પટેલની વિકેટો પણ લીધી હતી.
નામિબિયાના ફાસ્ટ બૉલર રુબેને ભારત સામેની મૅચંમાં 9.5ની ઇકૉનૉમી રેટથી રન આપ્યા હતા. એમના સિવાયના બધાય બૉલરોની સરેરાશ 10 રન કરતાં વધુની રહી હતી.
આ પહેલાં અમેરિકા સામેની મૅચ દરમિયાન પણ ભારતના બૅટ્સમૅનોને સ્પિન બૉલરો સામે રમવામાં ભારે મુશ્કેલી પડી હતી.
લેગ સ્પિનર મોહમ્મદ મોહસીને તેમનો ચાર ઓવરનો ક્વૉટા પૂરો કર્યો હતો અને તેમની સામે ભારતના બલ્લેબાજો માત્ર 16 રન લઈ શક્યા હતા. તેમણે એક ભારતીય ખેલાડીને આઉટ કર્યો હતો.
હરમીતસિંહે ચાર ઓવરમાં માત્ર 26 રન આપીને બે ભારતીય બૅટ્સમૅનને પેવોલિયન ભેગા કર્યા હતા.
ભારતનું નબળું પાસું, પાકિસ્તાનની સબળ બાબત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નૅધરલૅન્ડસામેની મૅચમાં પાકિસ્તાને ચાર સ્પિનરોને અજમાવ્યા હતા, જ્યારે અમેરિકા સામેના મુકાબલામાં પાંચ સ્પિનર્સને તક આપી હતી.
બંને મૅચ દરમિયાન પાકિસ્તાનના સ્પિનર્સે કુલ 13 વિકેટ લીધી હતી.
તાજેતરના સમયમાં ભારતીય બૅટ્સમૅન સ્પિનરો સામે સંઘર્ષ કરતા નજરે પડે છે.
ત્યારે ટી20 વર્લ્ડકપ જેવી મહત્ત્વપૂર્ણ શ્રેણીમાં ભારત જેવા પરંપરાગત હરીફની સામે પાકિસ્તાન સ્પિનર્સની ઉપર મદાર ન રાખે, તેવું ન બને.
ટુર્નામેન્ટ દરમિયાન ભારતે બે મૅચ રમી છે અને બંનેમાં તેનો વિજય થયો છે, આમ છતાં સોશિયલ મીડિયા ઉપર સ્પિન બૉલર્ને રમવાની ભારતીય બૅટ્સમૅનોની કાબેલિયત ઉપર ખાસ્સી ચર્ચા જોવા મળી છે.
અર્જુન નામના યૂઝરે ઍક્સ પોસ્ટમાં લખ્યું, "ભારતીય ટીમે બાકી રહેલી ટી-20 વર્લ્ડકપની મૅચો દરમિયાન સ્પિનર્સ સામે વધુ સારી બેટિંગ કરવાની જરૂર છે."
વરૂણ નામના યૂઝરે ઍક્સ ઉપર લખ્યું કે જે રીતે ભારતીય બૅટ્સમૅનો સ્પિનર્સ સામે રમવામાં સંઘર્ષ અનુભવે છે, તે આવનારી મૅચો દરમિયાન ટીમ ઇન્ડિયા માટે ખૂબ મોટી ચિંતાજનક બાબત છે."
"અમેરિકા બાદ નામિબિયાના સ્પીન ઍટેકે પણ ભારતીય બલ્લેબાજોને પરેશાન કર્યા હતા."
"આપણે અત્યાર સુધી ભારતમાં રમી રહ્યા હતા, એટલે આ બાબત મૅનેજ થઈ ગઈ, પરંતુ આગામી મૅચ કોલંબોમાં છે અને ત્યાં બૉલરોને અહીં કરતાં વધુ ટર્ન મળે છે."
"જો ભારતના બૅટ્સમૅન આવી રીતે જ રમશે, તો પાકિસ્તાન સામે મુશ્કેલી ઊભી થઈ છે, જે ચિંતાજનક વાત છે."
શ્રી રામ નામના યૂઝરે લખ્યું, "ભારતના બૅટ્સમૅનોએ સરેરાશ સ્પિનર્સની બૉલિંગ ઍટેક સામે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે."
"પાકિસ્તાનનો સ્પિન ઍટેક કોલંબો ખાતે ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે. ભારત માટે આ મૅચ જીતવી સરળ નહીં હોય."
અગાઉ પણ સવાલ ઊઠ્યા છે
વર્ષ 2024ની સાલથી સ્પિન બૉલર્સ સામેનાં ભારતીય બૅટ્સમૅનોનાં પ્રદર્શન ઉપર સવાલ ઊઠી રહ્યા છે. ત્યારે ભારતે 12 વર્ષ બાદ પહેલી વખત ઘર આંગણે ટેસ્ટ ક્રિકેટ સિરીઝ ગુમાવી હતી.
ત્યારે ભારતે ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 3-0થી ગુમાવી હતી. એ પછી ગત વર્ષે દક્ષિણ આફ્રિકાએ પણ ભારતની ધરતી ઉપર 2-0થી ટેસ્ટ સિરીઝ ઉપર કબજો જમાવ્યો હતો.
દક્ષિણ આફ્રિકાના વિજયના નાયક સ્પિનર સાઇમન રૉસ હાર્મર હતા. જેમણે બે મૅચ દરમિયાન 17 વિકેટ ખેરવી હતી. આ પર્ફૉર્મન્સ બદલ તેમને 'પ્લેયર ઑફ સિરીઝ' ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.
ભારતના આ પરાજય પછી ન્યૂઝીલૅન્ડના ક્રિકેટ કૉમેન્ટેટર તથા પૂર્વ ક્રિકેટર ઇયાન સ્મિથે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તાજેતરનાં વર્ષોમાં સ્પીનરો સામે ભારતીય બૅટ્સમૅનોનું પ્રદર્શન અગાઉ જેવું નથી રહ્યું.
તેમણે કહ્યું હતું, "ભારતીય બૅટ્સમૅન સ્પિનરો સામે રમવાની બાબતમાં અગાઉની સરખામણીએ વામણાં સાબિત થયા છે. જો તમે આંકડા જોશો તો તેઓ અગાઉથી જ આ બાબતમાં સારા રહ્યા છે."
"ખબર નહીં કેમ એમણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે, કારણ કે એ ચોંકાવનારી બાબત છે. તેઓ અગાઉ આવી રમત નહોતા રમતા."
ગત વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની મૅચ પછી ભારતના બીજા ક્રમાંકના સફળ આર. અશ્વિને પણ આના વિશે સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે પોતાની યુટ્યૂબ ચેનલ 'એશ કી બાત' ઉપર કહ્યું હતું, "હાલમાં આપણી બૅટિંગ યુનિટ સ્પિનર્સનો સામનો કરવામાં વિશ્વમાં કદાચ સૌથી ખરાબ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













