સમલૈંગિક યુગલોનાં લગ્ન અંગે સુપ્રીમના ચુકાદાની રાહ કેમ જોઈ રહ્યું છે આ યુગલ?

વીડિયો કૅપ્શન, સમલૈંગિક લગ્ન અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ કેમ જોઈ રહ્યું છે આ યુગલ?
સમલૈંગિક યુગલોનાં લગ્ન અંગે સુપ્રીમના ચુકાદાની રાહ કેમ જોઈ રહ્યું છે આ યુગલ?

પાછલા કેટલાક સમયથી ભારતની સર્વોચ્ચ અદાલતમાં સમલૈંગિક લગ્નોને કાયદેસર માન્યતા આપવી કે કેમ એ કોયડા સંદર્ભે અદાલતી કાર્યવાહી ચાલી રહી છે.

આ પ્રશ્ન અંગે ભારતીય સમાજમાં જાતભાતનાં મંતવ્યો છે, જે કોર્ટમાં પણ સામે આવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બંધારણીય ખંડપીઠ આ મામલાની સુનાવણી કરી રહી છે.

સરકારી પક્ષ દ્વારા સમલૈંગિકોનાં લગ્નોને માન્યતા આપ્યા વગર તેમને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ બાબતે રસ્તો શોધવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

પરંતુ સમલૈંગિક યુગલો અન્ય યુગલોની માફક પોતાનાં લગ્નને કાયદેસર માન્યતા મળે એ માટે તત્પરતાથી રાહ જોઈ રહ્યાં છે, જ્યારે સામેની બાજુએ આવાં લગ્નોને કાયદેસર માન્યતા ન મળે એ માટેની દલીલો કરનારાં સમૂહો અને લોકો પણ કોર્ટમાં પોતાનો પક્ષ મૂકી રહ્યાં છે.

આ બધી જટિલ પ્રક્રિયા વચ્ચે સમલૈંગિક યુગલોનાં લગ્નોને કાયદેસર માન્યતા મળે એની યુગલો કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.

આવું જ એક યુગલ છે ઉત્કર્ષ સક્સેના અને અનન્યા કોટિયા.

તેઓ 15 વર્ષથી એકબીજાની સાથે છે. સુપ્રીમ કોર્ટના સજાતીય લગ્ન અંગે ચાલી રહેલ સુનાવણી અને તેના અપેક્ષિત ચુકાદાને લઈને દેશ-વિદેશના કરોડો લોકોની માફક આ યુગલ પણ આશાવંત છે.

આવો, જાણીએ તેમની કહાણી.

બીબીસી ગુજરાતી
રેડ લાઇન
રેડ લાઇન