You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાવાઝોડાંની દિશા કઈ રીતે નક્કી થાય?
કેવી રીતે અનુમાન લગાવાઈ લેતો હશે કે વાવાઝોડું ક્યાં ટકરાશે અને કયા દેશ પરથી પસાર થશે અને કઈ જગ્યા પર લૅન્ડફોલ કરશે.
પ્રાથમિક પરિબળ તે વાતાવરણ છે. તેના દબાણમાં આવતું પરિવર્તન અને હવાનો પ્રવાહ ચક્રાવાતની દિશા પર ઊંડી અસર કરે છે. હવા ઉચ્ચ દબાણવાળા વિસ્તારોમાંથી ઓછા દબાણવાળા વિસ્તારો તરફ જાય છે. પવનની ચોક્કસ દિશા બનાવે છે, તો આમ આ દિશા સાથે તોફાનોની જે ક્રિયા પ્રતિક્રિયા થાય અને જેટલું દબાણ અનુભવાય તેનાથી તે દિશા નિયત કરે છે.
કોરિઑલિસ ઇફેક્ટ પૃથ્વીના પરિભ્રમણ સાથે સંકળાયેલી છે. કોરિઑલિસ ઇફેક્ટ એટલે કે પૃથ્વીના ગોળ ફરવાથી પવનોની દિશામાં જે અસર થાય તે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને પૃથ્વીની બિલકુલ મધ્યમાંથી નીકળતી રેખા જેને આપણે વિષુવવૃત કે ભૂમધ્ય રેખા તરીકે ઓળખીએ છીએ. આ રેખાથી ઉત્તર તરફના બનતાં વાવાઝોડાં ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં ફરે છે. એટલે કે ડાબી તરફના પવનો. જ્યારે દક્ષિણ તરફ બનતાં વાવાઝોડાં ઘડિયાળના કાંટાની જેમ ફરે છે. સાથે ઉત્તર તરફ બનતાં વાવાઝોડાં ઉત્તર દિશામાં અને દક્ષિણ તરફ બનતાં વાવાઝોડાં દક્ષિણ દિશામાં તરફ જાય છે. આ સામાન્ય પરિભાષામાં વાવાઝોડાના માર્ગને આપણે સમજી.
અહીંયા એ નોંધવું મહત્તવનું છે કે ચક્રાવાત એ જટિલ હવામાન પ્રણાલી છે, ચોક્કસ માર્ગ અને ચોક્કસ પ્રકારની આગાહી કરવી પડકારરૂપ છે. એટલા માટે હવામાનશાસ્ત્રીઓ વિવિધ મૉડેલો, ઉપગ્રહોનો ડેટા અને અન્ય અવલોકનોનો ઉપયોગ કરીને અમુક ચોક્કસ સમયે તેના વિશે માહિતિ આપતા હોય છે તો પણ તેમાં અનિશ્ચિતતાઓ આવવાની સંભાવના રહેલી હોય છે.
વીડિયો : સમીના શેખ અને સુમિત