બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ આગળ વધી, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર કેવું રહેશે?

હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે અને તેના કારણે હવામાનમાં પણ ફેરફાર થઈ રહ્યો છે ગુજરાત ચોમાસું વરસાદ હવામાન ખેતર ખેતી ખાતર પાણી પૂર બીબીસી ગુજરાતી હવામાન મૌસમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે અને તે આગળ વધી છે. તેના કારણે હવામાનમાં પણ ફેરફાર થઈ રહ્યો છે
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદનું જોર ધીમેધીમે ઘટી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદની આગાહી છે.

હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે અને તે આગળ વધી રહી છે. તેના કારણે હવામાનમાં પણ ફેરફાર થઈ રહ્યો છે.

આ સિસ્ટમની ગુજરાતના હવામાનમાં પણ થઈ શકે તેવી શક્યતા છે અને એટલે આગામી દિવસોમાં વરસાદ યથાવત્ રહી શકે છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં હવામાન સૂકું રહ્યું છે.

ગાંધીનગરસ્થિત સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરે જાહેર કરેલા આંકડા મુજબ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ (સરેરાશ 102.47 ટકા) પડ્યો છે. તો સૌરાષ્ટ્રમાં 55.91, ઉત્તર ગુજરાતમાં 56.22 ટકા અને કચ્છમાં સૌથી ઓછો સરેરાશ 29.25 ટકા વરસાદ નોંધાયો છે.

આ અહેવાલમાં જાણીએ કે ગુજરાતમાં આગામી દિવસોમાં કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને હજુ પણ કેટલાક દિવસ વરસાદનું જોર રહેશે.

બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ મજબૂત બનશે?

ગુજરાત હવામાન, ચોમાસું, બીબીસી ગુજરાતી હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે અને તેના કારણે હવામાનમાં પણ ફેરફાર થઈ રહ્યો છે ગુજરાત ચોમાસું વરસાદ હવામાન ખેતર ખેતી ખાતર પાણી પૂર બીબીસી ગુજરાતી હવામાન મૌસમ

ઇમેજ સ્રોત, imd

હાલમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના કિનારા પર 'ડિપ્રેશન' (હવાનું ઓછું દબાણનું ક્ષેત્ર) સર્જાયેલું છે, જે ઝારખંડ અને તેને અડીને આવેલા ગાંગેય પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો પર કેન્દ્રિત હતું.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, આ ડિપ્રેશન ધીમેધીમે પશ્ચિમ- ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું.

હવામાન વિભાગ અનુસાર, આ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ઝારખંડ અને બિહાર થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે અને પછી વેક-માર્ક્ડ લૉ પ્રેશર એરિયામાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા છે.

તો સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ, પૂર્વ ઉત્તર પ્રદેશ પરના ચક્રવાતી પરિભ્રમણથી ગુજરાત સુધી એક મૉન્સૂન ટ્રફ ઉત્તર મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન થઈને પસાર થઈ રહી છે.

ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડશે?

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદનું અનુમાન છે હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે અને તેના કારણે હવામાનમાં પણ ફેરફાર થઈ રહ્યો છે ગુજરાત ચોમાસું વરસાદ હવામાન ખેતર ખેતી ખાતર પાણી પૂર બીબીસી ગુજરાતી હવામાન મૌસમ

ઇમેજ સ્રોત, imd

ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદનું અનુમાન છે

હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી છે.

19 ઑગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં કેટલાંક સ્થળોએ સામાન્યથી વરસાદની આગાહી છે.

તેમજ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ઘણાં સ્થળોએ વરસાદનું અનુમાન છે.

એ જ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર, આ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ઝારખંડ અને બિહાર થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાઈ છે અને તેના કારણે હવામાનમાં પણ ફેરફાર થઈ રહ્યો છે ગુજરાત ચોમાસું વરસાદ હવામાન ખેતર ખેતી ખાતર પાણી પૂર બીબીસી ગુજરાતી હવામાન મૌસમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગ અનુસાર, આ ડિપ્રેશન આગામી 24 કલાકમાં ઝારખંડ અને બિહાર થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

20 ઑગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા છે.

તેમજ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ વરસી શકે છે.

આ સિવાય દક્ષિણમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં કેટલાંક સ્થળોએ વરસાદનું અનુમાન છે.

તો સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

એ પછીના દિવસોમાં પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં હળવોથી સામાન્ય વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

એટલે કે આગામી ચાર-પાંચ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે તેવું લાગી રહ્યું છે. જોકે ગુજરાતમાં ભારે કે અતિભારે વરસાદની હાલમાં કોઈ આગાહી નથી.

ઉલ્લેખનીય છે કે કચ્છ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અત્યાર સુધીમાં જોઈએ એટલે વરસાદ પડ્યો છે. એટલે કે ત્યાં સ્થિતિ થોડી ચિંતાજનક જણાઈ રહી છે. તો આવનારા દિવસોમાં પણ ગુજરાતમાં એ જિલ્લામાં હળવોથી સામાન્ય વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન