સુરત : MBBSનો અભ્યાસ છોડી બધી કમાણી રખડતાં કૂતરાંની સારવારમાં ખર્ચી દેનાર યુવતી

વીડિયો કૅપ્શન,
સુરત : MBBSનો અભ્યાસ છોડી બધી કમાણી રખડતાં કૂતરાંની સારવારમાં ખર્ચી દેનાર યુવતી

સુરતનાં પશુપ્રેમી ત્રિશા પટેલની આ કહાણી છે.

ત્રિશા તરછોડાયેલાં અબોલ પશુ તથા ખાસ કરીને શેરીઓમાં રહેતાં કૂતરાંના રૅસ્ક્યૂ કરી તેમની સારવાર પણ કરે છે.

ત્રિશા પોતે એમબીબીએસનો અભ્યાસ કરતાં હતાં તે છોડીને તેમણે આ સેવાની શરૂઆત કરી હતી.

તેમણે શ્વાન માટે શેલ્ટર પણ શરૂ કર્યા છે જેમા પોતાના જીવનની તમામ બચત વાપરી નાખી છે.

ત્રિશા શેલ્ટર ચલાવવા માટે ઘણો સંઘર્ષ કરી રહ્યાં છે. તેમને આ કાર્યમાં સમાજ તથા પરિવારના લોકોનાં મહેણાં-ટોણાં પણ સાંભળવાં પડે છે.

જુઓ તેમની કહાણી આ વીડિયોમાં...

સુરતનાં પશુપ્રેમી ત્રિશા પટેલ
ઇમેજ કૅપ્શન, સુરતનાં પશુપ્રેમી ત્રિશા પટેલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.