મધ્ય પ્રદેશમાં કફ સિરપે જે બાળકોનો જીવ લીધો એ પરિવારોની વ્યથા

વીડિયો કૅપ્શન, મધ્ય પ્રદેશમાં કફ સિરપે કેવી રીતે બાળકોનો જીવ લીધો?
મધ્ય પ્રદેશમાં કફ સિરપે જે બાળકોનો જીવ લીધો એ પરિવારોની વ્યથા

મધ્ય પ્રદેશના છિંદવાડાના પરાશિયામાં શિવાની ઠાકરેની બે વર્ષની દીકરી યોજિતાને શરદી થઈ હતી, એ પછી ડૉક્ટરે તેને કફ સિરપ લખી આપી હતી.

સામાન્ય શરદીએ યોજિતાનો ભોગ લઈ લીધો તથા આને માટે ડૉક્ટરે લખી આપેલા કફ સિરપને કારણભૂત માનવામાં આવે છે.

શિવાની હજી પણ તેમનાં દીકરીના મૃત્યુના આઘાતમાંથી બહાર નથી આવ્યાં. એ દિવસને યાદ કરતાં તેઓ આજે પણ દુખી થઈ જાય છે.

આ સિરપને કારણે મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછાં 20 બાળકોનાં મૃત્યુ થયાં હોવાનું બહાર આવ્યું છે. જેમાં સૌથી વધુ છિંદવાડામાં 17 બાળકો મૃત્યુ પામ્યાં છે.

ઘણાં અન્ય માતાપિતાની સ્થિતિ પણ સુશાંત અને શિવાની જેવી જ છે. યોજિતા ઉપરાંત ચાર વર્ષના ઉસૈદનું પણ મૃત્યુ પણ કથિત રીતે કફ સિરપને કારણે થયું હતું.

સ્થાનિકો, પોલીસ, પીડિત પરિવારો અને નિષ્ણાતો શું કહી રહ્યા છે, જુઓ આ વીડિયોમાં.

મધ્ય પ્રદેશ, છિંદવાડા, કફસિરપ, બાળકોનાં મૃત્યુ,
ઇમેજ કૅપ્શન, કથિત રીતે કફ સિરપને કારણે મધ્ય પ્રદેશના છિંદવાડામાં અનેક પરિવારોનાં સંતાનોનાં મૃત્યુ થયાં છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન