નવરાત્રિ: સુરેન્દ્રનગરના થાનગઢમાં બનતા ગરબા, જેની દેશવિદેશમાં રહે છે માગ
નવરાત્રિ: સુરેન્દ્રનગરના થાનગઢમાં બનતા ગરબા, જેની દેશવિદેશમાં રહે છે માગ
પ્રાચીન હોય કે અર્વાચીન, દરેક ગરબાના કેન્દ્રમાં માતાજીની તસવીર કે મૂર્તિ હોય છે અને તેની પાસે ઝળહળતો હોય છે ગરબો.
ત્યારે નવરાત્રિ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ વિસ્તારના કારીગરો રંગબેરંગી ગરબા તૈયાર કરે છે.
અલગ-અલગ ડિઝાઇનવાળા ગરબાને રંગો, આભલાં અને તોરણોથી સજાવવામાં આવે છે, જેની દેશભરમાં માગ રહે છે.
એક ગરબાને તૈયાર કરવામાં સરેરાશ લગભગ 45 મિનિટ જેટલો સમય લાગે છે. અહીંના કારીગરો દ્વારા રૂપિયા 20 રૂપિયાથી લઈને રૂપિયા 200 સુધીના ગરબા તૈયાર કરવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



