રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના એક વર્ષ બાદ ન્યાયની રાહ જોતા ધ્રોલના પીડિત પરિવારની વ્યથા
રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હજુ સુધી પરિવારો ન્યાય ઝંખી રહ્યા છે.
ધ્રોલનાં અનસૂયાબાનાં આંસું દડદડ વહે છે, કારણ કે તેમણે તેમનો દીકરો આ દુર્ઘટનામાં ગુમાવ્યો છે. દિવસ-રાત તેમને દીકરાની યાદ આવે છે અને દિવસો પસાર કરવા મુશ્કેલ થઈ ગયા છે.
પરિવારનું કહેવું છે કે મોટા આરોપીઓને હજુ પકડમાં લેવાયા નથી, માત્ર અમુક નાના આરોપીઓને જ પકડવામાં આવ્યા છે.
આ કેસમાં રાજકોટ શહેર પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ કુલ પંદર આરોપીની ધરપકડ કરી હતી. તેમાંથી સાત લોકો ટીઆરપી ગેમઝોન સાથે સંકળાયેલા છે જ્યારે બીજા આરોપીઓ અન્ય આઠ રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન અધિકારીઓ-કર્મચારીઓ છે.
અત્યાર સુધી કેસની તપાસ કેટલે સુધી પહોંચી? પરિવારો શું કહી રહ્યા છે?
જુઓ આ વીડિયોમાં...
વીડિયો: ગોપાલ કટેશિયા અને બિપિન ટંકારિયા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન



