કૅનેડાની સરકારે ઇમિગ્રેશન પૉલિસીને લઈને શું નવો બદલાવ કર્યો, ગુજરાતી વિદ્યાર્થીઓને કેવી અસર થશે?
“અમે કૅનેડા આવતા ઓછા પગારવાળા અસ્થાયી વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરી રહ્યા છીએ. લેબર માર્કેટ હવે બદલાઈ ગયું છે. હવે સમય છે કૅનેડિયન આંત્રપ્રિન્યોર અને યુવાનો અમારા દેશમાં રોકાણ કરે.”
આ શબ્દો સાથે જ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારે નવી ઇમિગ્રેશન નીતિની જાહેરાત કરી છે.
આ બદલાવ 26મી સપ્ટેમ્બરથી લાગુ થશે. આ વર્ષની શરુઆતમાં જ કૅનેડિયન સરકારે સંદેશો આપ્યો હતો કે તેઓ દેશમાં અસ્થાયી કામદારોની સંખ્યા ઘટાડશે.
નિષ્ણાતો માને છે કે કૅનેડા આવતા લોકો માટે રહેવાની વ્યવસ્થા વિશે પહેલાં વિચારવાની જરૂર છે. સાથે જ કૅનેડાનો બેરોજગારી દર છેલ્લા બે મહિનામાં 6.4 ટકા પર પહોંચી ગયો છે.
અંદાજે 14 લાખ લોકો દેશભરમાં બેરોજગાર છે. આ આંકડો ટ્રુડોએ પ્રેસ કૉન્ફરન્સ દરમ્યાન આપ્યો હતો.
જુઓ આ નીતિથી શું ફેરફાર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



