મળો આ મિકૅનિક મહિલાઓને જે વાહનો રિપેર કરી ગૅરેજ ચલાવે છે
મળો આ મિકૅનિક મહિલાઓને જે વાહનો રિપેર કરી ગૅરેજ ચલાવે છે
ગૅરેજ. આ શબ્દ સાંભળતા જ વેરવિખેર પડેલી ચીજવસ્તુઓ અને સાધનોની વચ્ચે કામ કરતા કેટલાક પુરુષોની તસવીર નજર સામે તરવરવા લાગે, જેમના હાથ ઑઇલથી કાળા થયેલા છે અને તેઓ ટાયર, એંજિન કે અન્ય કોઈ પાર્ટ પર કામ કરી રહ્યા હોય.
જોકે, મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આવેલા ગૅરેજમાં માત્ર મહિલાઓ જ કામ કરે છે અને તે ગૅરેજ અંગેની આપણી પરંપરાગત માન્યતાને બદલી નાખે એવું છે.
ખુદ મહિલાઓ પણ કહે છે કે તેમને ક્યારેય લાગતું ન હતું કે મહિલાઓ મિકૅનિક બની શકે. હવે, તેઓ એકબીજાની સપોર્ટ સિસ્ટમ પણ બને છે.
જોકે, આ મહિલાઓ માટે બધું એટલું ઊજળું પણ નથી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



