પંજાબનાં એ મહિલા જેમણે ઍક્ટિવા લઈને 6000 કિમીથી વધુનો પ્રવાસ ખેડ્યો
પંજાબનાં એ મહિલા જેમણે ઍક્ટિવા લઈને 6000 કિમીથી વધુનો પ્રવાસ ખેડ્યો
46 વર્ષીય જસપ્રીતકોરે હાલમાં જ પંજાબથી તામિલનાડુના રામેશ્વરમ સુધી પોતાના ઍક્ટિવા પર 6,000 કિલોમીટરથી વધારેની સફર ખેડી છે.
તેમણે પોતાના ઍક્ટિવા પર પંજાબથી લદ્દાખ સુધી 1400 કિલોમીટરની મુસાફરી પણ કરી છે.
જસપ્રીતકોર કહે છે કે તેમને સવારી કરવાનો શોખ હતો અને તેઓ નાનપણથી જ ફરવા માગતાં હતાં.
ફરવાનો શોખ તો ઘણા લોકોને હોય છે, પરંતુ ટ્રેન, પ્લેન, બસ કે મોટરકારને સ્થાને કોઈ વ્યક્તિ ટુ-વ્હીલર પર ફરવા જાય એ વાત જાણીને જ નવાઈ તો થાય જ.
જુઓ, પોતાની આવી લાંબી સફરોમાં તેમને કેવા અદ્ભુત અનુભવ થયા.
માત્ર, બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



