આ માટીનું ઘર ઉનાળામાં આકરી ગરમીમાં શું ખરેખર ઠંડક આપે છે?
પંજાબના એક યુગલે ગરમીથી બચવા માટે પારંપારિક ઢબે મડ હાઉસ બનાવ્યું છે.
યુગલનો દાવો છે કે અદ્યતન સુવિધાઓથી સજ્જ આ પારંપારિક ઘર કૉંક્રિટના ઘર કરતાં વધુ ઠંડક આપે છે.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે મડ હાઉસથી મદદ તો મળે છે, પણ શહેરી માગને પહોંચી વળવા તે સક્ષમ નથી.
આ મડ હાઉસ માટી, ઘાસનાં તણખલાં, ઈંટો અને અન્ય પારંપારિક પદાર્થોમાંથી બનાવવામાં આવેલું છે.
પંજાબના તરણતારણ જિલ્લાના મરગીંદપુરા ગામમાં રહેતા આ પરિવારનો દાવો છે કે માટીનું આ ઘર તેમને ઉનાળાની ગરમીથી બચવા માટે ઘણી મદદ કરે છે.
વરિંદરસિંહ અને પ્રભજોતકોર તેમનું શહેરી જીવન છોડીને અહીં ગામમાં ચાર વર્ષ પહેલાં સ્થાયી થયાં છે.
અહીં તેમણે પાકું મકાન બનાવવાની સાથે અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયાના ખર્ચે માટીનું ઘર પણ બનાવ્યું છે.
તેઓ આ 20 બાય 20ની ઓરડીનો વપરાશ લિવિંગરૂમ અને ગેસ્ટરૂમ તરીકે કરે છે. આ માટીના મકાનમાં તેઓ સમય પસાર કરે છે અને ઘણાં રોજીંદાં કામ પણ કરે છે.
તેમાં ઍર કન્ડિશનર, ગીઝર અને ઇન્ટરનેટ જેવી અધતન સુવિધાઓ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



