ગીરના 'ભગત' સિંહનું ટ્રેનની અડફેટે મૃત્યુ, કેવો હતો દબદબો?

ગીરના 'ભગત' સિંહનું ટ્રેનની અડફેટે મૃત્યુ, કેવો હતો દબદબો?

ગીરના 'ભગત' નામના એક સિંહનું ગત 24 જુલાઈએ ટ્રેનની અડફેટે આવીને મૃત્યુ થયું છે. આ સિંહના મૃત્યુથી સ્થાનિક લોકો શોકમાં છે.

લોકોએ સિંહને આપેલી શ્રદ્ધાંજલિની નોંધ સ્થાનિક અખબારોએ પણ લીધી હતી.

સ્થાનિક વન્યપ્રાણી નિષ્ણાતો કહે છે કે આ 'ભગત' નામના સિંહની અન્ય એક 'રૂદ્ર' નામના સિંહ સાથે મિત્રતા હતી.

સ્થાનિકો કહે છે કે વારંવાર આ સિંહ રહેણાક વિસ્તારમાં આવી જતો હતો, તેમ છતાં તેણે ક્યારેય લોકો પર હુમલો કર્યો નથી.

જુઓ આ સિંહની વિશેષ કહાણી...(વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો)

ગીરના સિંહો વિશે વધુ વાંચો

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.