ભાવનગરમાં 4 બાળકીઓ ડૂબ્યાં બાદ પરિવારજનો આક્રંદ કરતાં શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, ભાવનગરમાં 4 બાળકીઓના ડૂબ્યાં બાદ પરિવારજનો આક્રંદ કરતાં શું બોલ્યા?
ભાવનગરમાં 4 બાળકીઓ ડૂબ્યાં બાદ પરિવારજનો આક્રંદ કરતાં શું બોલ્યા?

ભાવનગરમાં એકસાથે પાંચ બાળકીઓ ડૂબી જવાની ઘટના સામે આવતા શ્રમિક પરિવારમાં શોક છવાયો હતો.

પાંચમાંથી ચાર બાળકીઓના મોત થયા છે જ્યારે એકને સારવાર બાદ બચાવી લેવાઈ હતી.

પરિવારનો આરોપ છે કે ભાવનગરના બોરતળાવમાં થતી ખનીજચોરીને કારણે ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવતા ખાડાઓમાં બાળકીઓ ડૂબી છે.

આ બનાવની જાણ થતા જિલ્લા કલેકટર આર. કે. મહેતા, મ્યુન્સિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, ચીફ ફાયર ઓફિસર પ્રદ્યુમ્નસિંહ જાડેજા સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

ભાવનગરમાં ચાર બાળકીઓ ડૂબી જવાની ઘટનાથી પરિવારજનો શોકાતુર હતા.