ઇઝરાયલ: સૈનિકોનાં મૃત્યુ પછી તેમના શુક્રાણુઓનો સંગ્રહ કેમ થઈ રહ્યો છે?
ઇઝરાયલ: સૈનિકોનાં મૃત્યુ પછી તેમના શુક્રાણુઓનો સંગ્રહ કેમ થઈ રહ્યો છે?
7 અને 8 ઑક્ટોબર પછી ઇઝરાયલે ગાઝાપટ્ટીમાં ઉગ્રવાદી સંગઠન હમાસની સામે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં તેના 400 કરતાં વધુ સૈનિક મૃત્યુ પામ્યાં છે.
ત્યારે સૈનિકોના પરિવારજનો મૃતકના શુક્રાણુને સંગ્રહિત કરી રાખવા માગે છે, જેથી કરીને તેમનો વંશવેલો આગળ વધારી શકાય.
કેટલાક કિસ્સામાં મહિલાઓ આગળ આવીને મૃત સૈનિકના સંતાન માટે કૃત્રિમ રીતે ગર્ભધારણ કરવાની તૈયારી પણ દાખવે છે.
આમ કરવા માટે લાંબી કાયદાકીય કાર્યવાહી કરવી પડતી, પરંતુ તાજેતરના મહિનામાં આઈડીએફે આ પ્રક્રિયાને સરળ બનાવી છે, છતાં તેના વિશે નૈતિક, કાયદાકીય અને ધાર્મિક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે.




