હિમાચલ પ્રદેશ: રાજ્યસભામાં કૉંગ્રેસની હાર બાદ સરકાર સંકટમાં કેમ ઘેરાઈ?

ઇમેજ સ્રોત, ANI
હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસની સરકાર સંકટમાં ઘેરાઈ છે. હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખુના નેતૃત્વ પર તેમના જ ધારાસભ્યો સવાલ ઉઠાવી રહ્યા છે.
મંગળવારે રાજ્યસભા ચૂંટણીમાં કૉંગ્રેસના છ ધારાસભ્યોએ પાર્ટી લાઇનથી હટીને ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને મત આપ્યો અને કૉંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી હારી ગયા.
આ દરમિયાન હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખુએ કહ્યું કે તેમણે મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપ્યું નથી.
તેમણે કહ્યું કે તેઓ એક લડવૈયા છે અને દરેક લડાઈને યુદ્ધની જેમ લડે છે.
તેમણે કહ્યું, "મેં રાજીનામું આપ્યું નથી. કૉંગ્રેસ પાર્ટીની સરકાર પાંચ વર્ષ ચાલશે. આ સામાન્ય લોકોની સરકાર છે."
"ભારતીય જનતા પાર્ટી સદનમાં જે રીતે વર્તન કરી રહી છે એ યોગ્ય નથી."
તેમણે કહ્યું, "જે આ પ્રોપગ્રેન્ડા ચલાવે છે એ તે વાતનું ધ્યાન રાખે કે બજેટ સત્રમાં અમે બહુમત સાબિત કરીશું. હું સ્પષ્ટ કહેવા માગું છું કે કૉંગ્રેસ પાર્ટીની સરકાર પાંચ વરસ ચાલશે."
સુક્ખુના રાજીનામાના સમાચાર પર તેમણે કહ્યું, "હું તો વિધાનસભાની કાર્યવાહીમાં હતો. મને ફોન આવ્યો ત્યારે ખબર પડી. આથી મેં સ્પષ્ટીકરણ આપવાનું શરૂ કર્યું. મેં કોઈ રાજીનામું આપ્યું નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુખવિંદરસિંહે કહ્યું કે ભાજપના કેટલાક ધારાસભ્યો કૉંગ્રેસના સંપર્કમાં છે.
તેમણે કહ્યું કે "કેટલાક તેમની સાથેના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. ભાજપ ડ્રામા કરી રહ્યો છે, એ સારો કલાકાર છે."
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે કેટલાક "કઠોર" નિર્ણય લેવા પડી શકે છે.
તેમણે કહ્યું, "હિમાચલમાં બધાની વાત સાંભળીને એક વિસ્તૃત રિપોર્ટ બનાવ્યો છે અને તે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલાશે."
જયરામ રમેશે એક પત્રકારપરિષદ ભરીને કહ્યું, "કૉંગ્રેસ અધ્યક્ષ આ રિપોર્ટના આધારે જે પણ નિર્ણય લેવો પડશે, એ લેશે. બની શકે કે કેટલાક કઠોર નિર્ણય લેવા પડે. પણ અમે પાછા નહીં પડીએ. સંગઠન સર્વોપરિ છે, કૉંગ્રેસ પાર્ટી સર્વોપરિ છે."
"હિમાચલનો જનાદેશ કૉંગ્રેસની જનતાનો જનાદેશ છે. તેમાં વિશ્વાસઘાત નહીં થવા દઈએ."
રાજ્યસભા ચૂંટણી અને રાજકીય હલચલ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજ્યસભાની 15 બેઠકો માટે ત્રણ રાજ્યોમાં મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું. રાજકીય પક્ષોએ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવ્યા.
ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ “રાજકીય નાટકો” પર આખા દેશની નજર હતી. યૂપીમાં સત્તાધારી ભાજપે મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવદી પાર્ટીને આંચકો આપ્યો. ભાજપે હિમાચલ પ્રદેશમાં સત્તાધારી કૉંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે.
કૉંગ્રેસ ઉમ્મેદવાર અભિષેક મનુ સિંઘવીએ હિમાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને જીત માટે અભિનંદન પાઠવ્યા. જ્યારે ભાજપનાં નેતા અને રાજ્યનાં પૂર્વ મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે કહ્યું, “હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસનાં મુખ્ય મંત્રી પાસે હવે પોતાના પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.”
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનાં વિધાયકોએ પક્ષ બદલ્યા અને ભાજપનાં આઠમા રાજ્યસભા ઉમેદવારને પણ જીત મળી ગઈ. ભાજપનાં સાત ઉમેદવારની જીત પહેલાથી જ નક્કી માનવામાં આવી રહી હતી. જ્યારે સમાજવાદી પાર્ટીનાં ત્રણ માંથી બે ઉમેદવાર રાજ્યસભા માટે ચૂંટાયા.
સૌથી વધારે ચોકાવનારાં પરિણામો હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યાં જ્યાં સંખ્યાબળ મજબૂત હોવા છતાં કૉંગ્રેસનાં ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી ચૂંટણી ન જીતી શક્યા.
ભારતીય ચૂંટણી પંચે જાન્યુઆરીમાં અધિસૂચના જાહેર કરીને 15 રાજ્યોની 56 સીટો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી.
જોકે, ચૂંટણી માત્ર ત્રણ રાજ્યોમાં થઈ અને બાકીની 41 સીટો પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા.
આ ચૂંટણી પહેલા 250 સીટોવાળી રાજ્યસભામાં એનડીએ પાસે 109 સાંસદો હતા અને વિપક્ષી ગઠબંધન “ઇન્ડિયા” પાસે 89 સાંસદો હતા.
હિમાચલ પ્રદેશમાં શું થયું?

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ રાજ્યસભા ચૂંટણીમા પોતાની હાર સ્વીકારી અને ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને જીત માટે અભિનંદન પાઠવ્યા.
તેમણે કહ્યું, “હું હર્ષ મહાજનને અભિનંદન આપુ છું. જોકે, હું તેમના પક્ષને એક વાત પૂછવા માંગુ છું કે તેમણે વિચાર કરવો જોઈએ કે જ્યારે 25 સભ્યોવાળી પાર્ટી 43 બેઠકો ધરાવતી પાર્ટી સામે ઉમેદવાર ઊભો કરે છે, તો તેનો એક જ સંદેશ છે કે અમે નિર્લજ્જતાથી એવા કામ કરીશું જેની મંજૂરી કાયદા નથી આપતા.”
બીબીસી સંવાદદાતા આદર્શ રાઠૌરની જાણકારી પ્રમાણે હિમાચલ પ્રદેશમાં એક સીટ પર ચૂંટણી યોજાઈ હતી. કૉંગ્રેસે અભિષેક મનુ સિંઘવીને ઉમેદવાર જાહેર કર્યા, જ્યારે ભાજપે હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા. જોકે, સિંઘવી ચૂંટણી હારી ગયા.
રાજ્યમાં કૉંગ્રેસની સરકાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં છે અને પાર્ટી પાસે 68 માંથી 40 ઘારાસભ્યો છે. રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાવા માટે પ્રથમ પસંદગીના 35 વોટોની જરૂરત હતી.
હર્ષ મહાજન બે વર્ષ પહેલાં કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. હર્ષ મહાજન પાસે ત્રણ દાયકાનો રાજકીય અનુભવ છે અને તેમને કૉંગ્રેસના પૂર્વ મુખ્ય મંત્રી અને દિવંગત નેતા વીરભદ્ર સિંહની નજીક હતા.
મુખ્ય મંત્રી સુખવિંદર સુક્ખૂએ જણાવ્યું કે કૉંગ્રેસનાં છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે.
તેમણે એક પત્રકાર પરિષદમાં કહ્યું, “જ્યારે કોઈએ પોતાનો ઈમાન જ વેચી દીધો છે તો તેમના વિશે શું કહેવું. જે ધારાસભ્ય કૉંગ્રેસની ટિકીટ પર ચૂંટણી જીતીને અને ભાજપને પોતાના વિસ્તારોમાં હરાવીને આવ્યા છે.”
“અહીં તે લોકોએ પાર્ટીનાં ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીના વિરોધમાં વોટ કર્યો. તમને શું લાગે છે કે આ વોટિંગ પોતાની નિરાશા જાહેર કરવા માટે કરવામાં આવી છે. આ ક્રોસ વોટિગ શું કામ કરવામાં આવ્યું છે તમને મારા કરતા એ વિશે વધારે જાણકારી હશે.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
જ્યારે પૂર્વ મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે કૉંગ્રેસ પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે લખ્યું, “આજે જે પરિણામો આવ્યાં છે, તે પછી હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસના મુખ્ય મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. હવે તેમની પાસે સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ ચૂંટણીમાં કૉંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને 34-34 વોટ મળ્યા.
મતગણતરી સમયે વાંધો પડતાં થોડીવાર માટે મતગણતરી અટકાવવી પડી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કર્ણાટકમાં શું થયું?

ઇમેજ સ્રોત, FACEBOOK/STSOMASHEKARGOWDAMLA
બીબીસીનાં સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીએ આપેલી જાણકારી મુજબ કર્ણાટકમાં ચાર સીટો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચારમાંથી કૉંગ્રેસે ત્રણ અને ભાજપે એક સીટ પર વિજય મેળવ્યો.
કૉંગ્રેસના અજય માકને અને સૈયદ નાસિર હુસૈને 47-47 વોટ મેળવીને વિજય મેળવ્યો. જ્યારે જીસી ચંદ્રશેખરે 45 વોટ સાથે જીત મેળવી.
ભાજપનાં ઉમેદવાર નારાયણ કૃષ્ણસા ભાંડગેએ 47 વોટ સાથે જીત મેળવી.
જોકે, ભાજપે પોતાના ઉમેદવાર માટે 48 વોટ ફાળવ્યા હતા. જોકે, ભાજપનાં એક ધારાસભ્યે કૉંગ્રેસના એક ઉમેદવારનાં પક્ષમાં વોટ કર્યો.
જ્યારે જેડીએસનાં ઉમેદવારને માત્ર 18 મત ફાળવવામાં આવ્યા હતા. જોકે, જેડીએસ ઉમેદવારને કુપેન્દ્ર રેડ્ડીને માત્ર 36 વોટ મળ્યા અને હારનો સામનો કરવો પડ્યો.
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષનાં નેતા આર અશોકે કહ્યું કે તેઓ ભાજપના ધારાસભ્યો એસટી સોમશેખર અને શિવરામ હેબ્બર વિરૂદ્ધ પાર્ટી વ્હિપને ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ નોંધાવશે.
આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ પાર્ટી હાઈકમાન્ડને પણ પત્ર લખશે અને આ ધારાસભ્યો સામે કાર્યવાહી કરવા અપીલ કરશે.
સોમશેખરે ભાજપના ઉમેદવારની જગ્યાએ કૉંગ્રેસના ઉમેદવાર માટે વોટ કર્યો હતો. જ્યારે હેબ્બર મતદાનની પ્રક્રિયામાં સામેલ ન થયા.
ઉત્તર પ્રદેશમાં શું થયું?

ઇમેજ સ્રોત, ANI
કર્ણાટકની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ક્રોસ વોટિંગ થયું. ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભામાં 10 સાંસદો ચૂંટાયા છે. જેમાંથી આઠ ભાજપના અને બે સમાજવાદી પાર્ટીના છે.
યૂપીનાં ઉપમુખ્ય મંત્રી બ્રજેશ પાઠકે ચૂંટણીનાં પરિણામો જાહેર થાય તે પહેલા દાવો કર્યો હતો કે યૂપીમાં ભાજપના આઠ ઉમેદવારો બહુમત સાથે જીતશે.
ચૂંટણીનાં પરિણામો સામે આવ્યાં ત્યારે એમ જ થયું.
રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ સમાજવાદી પાર્ટીનાં મુખ્ય વ્હિપ મનોજ પાંડેએ રાજીનામું આપ્યું હતું.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે એક્સ પર લખ્યું, “રાજ્યસભામાં અમારી ત્રીજી બેઠક ખરેખર સાચા સાથીઓને ઓળખવાની અને હૃદયથી પછાત વર્ગો સાથે કોણ છે અને અંતરાત્માથી પછાત વર્ગો, દલિતો અને લઘુમતીઓની વિરુદ્ધ કોણ છે તે જાણવાની કસોટી હતી. હવે બધું સ્પષ્ટ છે, આ ત્રીજી સીટની જીત છે.”
જ્યારે મનોજ પાંડએ રાજીનામું આપતી વખતે કહ્યું કે રાજકારણમાં આરોપ-પ્રત્યારોપ હxમેશાં લાગતા રહેશે. હું જનતા દ્વારા ચૂંટાયો છું અને હું ફક્ત તેમના વિશે જ વિચારીશ.












