સ્વચ્છતા અભિયાન : કાશ્મીરના આ ગામમાં કચરો વીણો તો મળે છે સોનાનો સિક્કો
સ્વચ્છતા અભિયાન : કાશ્મીરના આ ગામમાં કચરો વીણો તો મળે છે સોનાનો સિક્કો
કાશ્મીરના સાદિવારા ગામના સરપંચે એક અનોખી સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરી છે.
કોઈ પણ વ્યક્તિ સૌથી વધુ કચરો ભેગો કરે તો તેમને સોનાનો સિક્કો આપવામાં આવશે.
સાથે જ બે વિજેતાઓ જાહેર કરવામાં આવશે. આ સ્પર્ધામાં બે યુવાનો વિજેતા બન્યા.
આ સ્પર્ધા પાછળ સરપંચનો મૂળ હેતુ તો સફાઈ અંગે જાગૃતિ લાવવાનો છે.
ઇનામમાં સોનાનો સિક્કો આપવાનો વિચાર સરપંચનાં પત્નીનો છે.
બધો કચરો એક જગ્યાએ ભેગો કરવામાં આવે છે ત્યારબાદ તેને કાશ્મીરની બહાર રિસાઇકલિંગ માટે મોકલવામાં આવે છે.
વીડિયો : રિયાઝ મશરૂર અને શફાત ફારૂક






