ઓછા ખર્ચે વધુ દૂધ આપતી આ દુધાળ ભેંસની પ્રજાતિ કઈ છે?
ઓછા ખર્ચે વધુ દૂધ આપતી આ દુધાળ ભેંસની પ્રજાતિ કઈ છે?
આજકાલ ખેતીની જેમ પશુપાલકો દ્વારા પણ આ પોતાના વ્યવસાયમાં સારી કમાણી ન હોવાની અને મુશ્કેલીભરી-પડકારજનક પરિસ્થિતિ હોવાની વાતો અવારનવાર કરાય છે.
પશુપાલકો દ્વારા દુધાળાં પશુના દૂધના ઉત્પાદનમાંથી થતી કમાણી અને તેમના નિભાવ-પાલન માટે થતા ખર્ચમાં પોતાના માટે વધુ નફો ન રહેતો હોવાની ફરિયાદ કરાય છે.
આવી સ્થિતિમાં ઘણા તો વ્યવસાય બંધ કરવા સુધીનાં પગલાંય વિચારી લે છે.
પરંતુ મુરા પ્રજાતિની એક ભેંસે દૂધઉત્પાદન અને પશુપાલન પર નભતા કેટલાક ખેડૂતોની આશા જીવિત રાખી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
દાવો છે કે આ ભેંસ ઓછા ખર્ચે અન્ય પ્રજાતિની ભેંસો કરતાં વધુ દૂધ ઉત્પાદન આપે છે.
આ પ્રજાતિ વિશે અને ખેડૂતોના તે અંગેના અનુભવો અંગે જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.






