સુરતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન નહીં થાય તો નારાજ થયેલા લોકો શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, સુરતના એ મતદારો જેમનું પહેલીવાર મતદાન કરવાનું સપનું અધૂરું રહી ગયું, તેમણે શું કહ્યું?
સુરતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન નહીં થાય તો નારાજ થયેલા લોકો શું બોલ્યા?

લોકસભાની ચૂંટણી સમયે સુરતમાં પહેલીવાર મતદાન કરવાનું યુવા મતદારોનું સપનું અધૂરું રહી ગયું છે ત્યારે તેમની શું લાગણી છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો.

સુરત બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ગેરમાન્ય ઠરતા કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તો બીજી બાજુ જે મતદારો પહેલીવાર મતદાન કરી કરવાના હતા તેમને લાગે છે કે તેમનો મતદાનનો અધિકાર છીનવાઈ ગયો છે. તો અત્યાર સુધી કેટલીક ચૂંટણીઓમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરનારા લોકો કહે છે કે વિપક્ષ ઊંઘમાં છે.

વીડિયો - રૂપેશ સોનવણે અને શીતલ પટેલ

ઍડિટ - સદફ ખાન

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

સુરતમાં પ્રથમ વખતના મતદારો નિરાશ