બજેટ 2025: નવા ઇન્કમટૅક્સનાં માળખાથી પગારદાર વર્ગને કઈ રીતે મોટો ફાયદો થશે?
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું છે જેમાં ટેક્સને લગતી કેટલીક મોટી જાહેરાતો કરી છે.
નાણામંત્રીએ જણાવ્યું કે ન્યૂ ટેક્સ રેજિમ હેઠળ 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ આવકવેરો નહીં લાગે.
આ ઉપરાંત ટીડીએસ અને ટીસીએસ પર પણ મોટી રાહતો જાહેર કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે વાર્ષિક 18 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતી વ્યક્તિને ટેક્સમાં 70,000 રૂપિયાનો ફાયદો થશે.
વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક હોય તેમને 80 હજાર રૂપિયાનો ફાયદો થશે.
આગામી અઠવાડિયે ન્યૂ ઇન્કમ ટૅક્સ બિલ આવવાનું છે ત્યારે નાણામંત્રીએ ઇન્કમટૅક્સના સ્લેબમાં પણ ફેરફારની જાહેરાત કરી છે:
4થી 8 લાખ સુધીની વાર્ષિક આવક પર 5 ટકા ટૅક્સ
8થી 12 લાખ રૂપિયાની આવક પર 10 ટકા ટૅક્સ
12થી 16 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટૅક્સ
16થી 20 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ટૅક્સ
20થી 24 લાખ રૂપિયાની આવક પર 25 ટકા ટેક્સ
24 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક પર 30 ટકા ટૅક્સનો સ્લેબ રહેશે
પગારદાર વર્ગને મળતા સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ઉમેરો કરવામાં આવે તો પગારદાર વર્ગે 12.75 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ઇન્કમટૅક્સ ભરવો નહીં પડે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



