મુંબઈના વિખ્યાત રાજાબાઈ ટાવરની ટિક-ટિક કેવી રીતે ચાલે છે?
મુંબઈના વિખ્યાત રાજાબાઈ ટાવરની ટિક-ટિક કેવી રીતે ચાલે છે?
મુંબઈમાં રાજાબાઈ ટાવર એક લૅન્ડમાર્ગ છે. સર ગિલબર્ટ સ્કૉટે તેની ડિઝાઇન તૈયાર કરી છે.
આ ઘડિયાળ લંડનના બહુચર્ચિત બિગબૅનથી પ્રેરિત છે. લગભગ 147 વર્ષ પછી પણ આ ટાવરની ઘડિયાળ દર 15 મિનિટે રણકી ઉઠે છે.
તેને નિયમિત રીતે ચાલતી આ વજનદાર યાંત્રિક રચનાને કાર્યરત રાખવાનું, સાફસફાઈનું અને જાળવણીનું કામ 51 વર્ષીય મહેન્દ્ર ગુપ્તા જાતે કરે છે.
આ માટે તેઓ દરરોજ 230થી વધુ પગથિયાં ચઢે છે.
શું છે આ ઐતિહાસિક ઘડિયાળની કહાણી તથા તેની સારસંભાળ રાખવામાં કેવી મુશ્કેલીઓ આવે છે, તે મહેન્દ્ર ગુપ્તા પાસેથી જાણીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



