દિવાળી સમયે ભીડમાં ખિસ્સાકાતરુથી સાવધ કરતા રાજકોટના યુવાન
દિવાળી સમયે ભીડમાં ખિસ્સાકાતરુથી સાવધ કરતા રાજકોટના યુવાન
રાજકોટના ચિંતન દવે નામના યુવાન કેટલાંક વર્ષોથી એક અલગ પ્રકારના અભિયાન પર કામ કરી રહ્યા છે.
ટીવી જોતી વખતે જોયેલી એક ઘટનાના કારણે તેમના માનસપટલ પર મોટી અસર થઈ હતી.
એક મહિલાનું પર્સ ચોરાઈ ગયા બાદની તેમની સ્થિતિનું વર્ણન સાંભળ્યા બાદ ચિંતનભાઈએ લોકોને ખિસ્સાકાતરુઓથી સાવધાન કરવાનું નક્કી કર્યું હતું.
દિવાળી જેવા તહેવારોમાં ચિંતનભાઈ કેવી રીતે મહિલાઓ અને લોકોને સાવધાન રાખવા પ્રયાસ કરે છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



