વિશ્વમાં ઓરીનો રોગ ફરી ફેલાવા લાગ્યો, તેનું કારણ શું છે?
વિશ્વમાં ઓરીનો રોગ ફરી ફેલાવા લાગ્યો, તેનું કારણ શું છે?
અમેરિકામાંથી ઓરી નાબૂદ થયાની જાહેરાત વર્ષ 2000માં કરાઈ હતી.
પરંતુ 25 વર્ષ પછી અમેરિકાની સ્વાસ્થ્ય સંસ્થા સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલે 2025માં જાન્યુઆરીથી મે સુધીમાં દેશમાં ઓરીના ઓછામાં ઓછા 900 કેસ નોંધ્યા છે.
ગયા વર્ષની સરખામણીએ તેમાં 200 ટકાનો વધારો થયો છે.
બાળપણનો આ રોગ માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટી સમસ્યા છે.
જેમ આપણે કોરોના રોગચાળા દરમિયાન જોયું છે તેમ, રોગોના વાઇરસ એક દેશથી બીજા દેશમાં ઝડપથી ફેલાય છે.
ઓરીનો રોગ પણ પાછો ફર્યો છે ત્યારે આ અઠવાડિયે દુનિયા જહાનમાં, આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે વિશ્વમાં ઓરીનું સંક્રમણ કેમ વધી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



