ગુજરાત : 'પીનારા પકડાય છે, તો વેચનારા કેમ નહીં?', પરેશ ધાનાણીએ બીબીસીને શું કહ્યું?

વીડિયો કૅપ્શન, 'Jignesh Mevani એકલા જ કાફી છે', પરેશ ધાનાણી સરકાર સામે લડત અંગે શું બોલ્યા?
ગુજરાત : 'પીનારા પકડાય છે, તો વેચનારા કેમ નહીં?', પરેશ ધાનાણીએ બીબીસીને શું કહ્યું?

ગુજરાતની વડગામ બેઠક પરથી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં 'ડ્રગ્સ તથા દારૂના વેચાણ' મુદ્દે પોલીસવાળા સંદર્ભે 'પટ્ટા ઉતરાવી દઈશ...' એવા મતલબનું નિવેદન કર્યું હતું.

આ અંગે ગુજરાતમાં રાજકીય નિવેદનબાજી ઉગ્ર બની છે. હાલમાં કૉંગ્રેસની જનાક્રોશ યાત્રા ચાલી રહી છે. આ વચ્ચે રાજ્યમાં 'દારૂ ડ્રગ્સના વેચાણ'નો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે.

સમગ્ર બાબતે બીબીસીએ પરેશ ધાનાણી સાથે વિસ્તારથી વાત કરી.

પરેશ ધાનાણીનો દાવો છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને તેની પાછળ 'સરકારની મીઠી નજર' છે.

સાથે જ પરેશ ધાનાણીએ સવાલ ઉઠાવ્યો હતો કે, 'જો પીનારા પકડાય છે, તો વેચનારા કેમ નહીં?'

ગુજરાત વિધાનસભામાં પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ સિવાય કૉંગ્રેસ સંગઠન, ગેનીબહેન ઠાકોર સહિતના મુદ્દે બીબીસી સાથે વિસ્તારથી વાત કરી. જુઓ વીડિયો.

વીડિયો : શ્યામ બક્ષી

ઍડિટ : દિતિ વાજપેયી

પરેશ ધાનાણી, પૂર્વ વિપક્ષના નેતા, પટ્ટા ઉતરાવી દઈશ નિવેદન, જિજ્ઞેશ મેવાણી, ગેનીબહેન ઠાકોર

ઇમેજ સ્રોત, facebook

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન