ભારે વરસાદને કારણે તામિલનાડુનું આખું શહેર ડૂબી ગયું, પૂરથી કેવી તારાજી સર્જાઈ?
તામિલનાડુમાં વરસાદ એટલો પડ્યો કે આખું શહેર ડૂબી ગયું.
તમરાપર્ણી નદીમાં આવેલા ભયંકર પૂરમાં આખું તિરુનેલવેલી શહેર પાણીમાં ડૂબી ગયું છે.
ચારે તરફ બસ જળબંબાકાર છે...ફસાયેલા લોકોને હોડી મારફતે બચાવવામાં આવી રહ્યા છે.
તામિલનાડુમાં તિરુનેલવેલી, થુથુકુડી, કન્યાકુમારી અને તેનકસી જિલ્લામાં ભયંકર વરસાદ પડ્યો જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ફસાયેલા લોકોને બચાવવાનું કામ ચાલુ છે. 12000થી વધુ લોકોને અત્યારસુધીમાં એનડીઆરએફ અને એરફોર્સની ટીમે બચાવ્યા છે. કુલ 141 જેટલી રાહત શિબિરો ચલાવાઈ રહી છે. ઘણા લોકોએ છાપરા પર કે અગાસી પર શરણ લીધી છે. કંઇ કેટલા લોકો બે-ત્રણ દિવસથી ભૂખ્યા-તરસ્યા છે. આ પ્રકારના અસરગ્રસ્ત લોકો માટે એરફોર્સે ફૂડ પેકેટ્સ અને અન્ય રાહત સામગ્રી વહેંચી છે. ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે.
તામિલનાડુના દાદાનકુલમ પાસે શ્રીવૈકુંડા રેલવે ટ્રેક પાસે ભારે વરસાદને કારણે માટીનું ધોવાણ થયું પરિણામે રેલવ્યવહાર ખોરવાયો હતો.




